રાજસ્થાનના કોટા શહેરમાં ગુરુવારના સવારે આકાશમાં ઉડતા બે હેલીકૉપ્ટરે જાણે કે ચારે તરફ હલ્લો મચાવી દીધો હતો. પોતાની સો વર્ષની દાદીની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેના બંન્ને પૌત્રએ હેલીકૉપ્ટરને સારથી બનાવીને અનોખું કામ કર્યું હતું. દાદીની ઇચ્છા હતી કે તેના બંન્ને પૌત્ર લગ્ન કરીને પોતાની નવી નવેલી દુલ્હનને હેલીકૉપ્ટરમાં બેસાડીને ઘરે લાવે.

દાદીની આ ઈચ્છા પુરી કરવા માટે બંન્ને ગામમાં હેલિપેડ પણ બનાવી રાખ્યું હતું, જ્યાં લગ્ન પછી હેલીકૉપ્ટર લેન્ડ કરવામાં આવ્યું હતું. લગ્ન સ્થળે પણ હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દાદીની આ ઈચ્છા પુરી થતા જ તેની ખુશીનો તો પાર જ ન હતો. જેવું જ હેલીકૉપ્ટર દુલ્હનોને લઈને લેન્ડ થયું કે ગામના લોકોની ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી, અને લોકોએ હેલીકૉપ્ટર સાથે સેલ્ફી પણ લીધી હતી. સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે.

અશોક માલવના બંન્ને દીકરાઓએ દાદીની આ ઈચ્છા પૂર્ણ કરી બતાવી છે. અશોકનો મોટો દીકરો પંકજ જે એક સીએ છે, જેના લગ્ન ભવાનીપુરા નિવાસી કોમલ સાથે અને નાનો દીકરો લલિત જે એક ખેડૂત છે, જેના લગ્ન દીપપુરા નિવાસી રશ્મિતા સાથે થયા હતા.

લગ્નનો સમારોહ ખુબ સારી રીતે સંપન્ન થયો હતો અને દાદી કાલી બાઈની ઇચ્છાનુસાર જયપુરથી હેલીકૉપ્ટર મંગાવવામાં આવ્યું હતું. બંન્ને પૌત્રોના આ અનોખા કામથી દાદી અને પિતા બંન્ને ખુશ થયા હતા.