ખબર

લગ્નના થોડા કલાક પહેલા જ કોરોના પોઝિટવ આવી દુલ્હન, પીપીઈ કીટ પહેરીને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લીધા સાત ફેરા

કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે લગ્નોની પણ શરૂઆત થઇ ચુકી છે. લગ્નમાં પણ ઘણા એવા કિસ્સા જોવા મળે છે તે જાણીને ખરેખર નવાઈ લાગે. એક એવો જ કિસ્સો રાજસ્થાનના બારાના કેલવાડામાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોરોના પોઝિટિવ દુલ્હને પીપીઈ કીટ પહેરી અને લગ્નના ફેરા લીધા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર કેલવાડાના છતરગંજ ગામમાં રહેવા વળી છોકરી અને તેની માતાની તબિયત ખરાબ થતા તેમને ગામમાં આવેલી કોરોના તપાસની ટીમને પોતાના સેમ્પલ આપ્યા હતા, અને ત્યારબાદ તેઓ લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા. જયારે લગ્ન મંડપમાં ફેરા થવાના હતા ત્યારે તેના થોડા કલાક પહેલા જ તે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ લગ્ન સંમારંભમાં હડકંપ મચી ગયો હતો.

પરંતુ લગ્ન અટકાવી શકાય તેમ ના હોવાના કારણે કેલવાડાના કોવિડ સેન્ટરમાં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નના બધા જ રિવાજો પણ પૂર્ણ કરવામાં આવ્યા. આ લગ્ન પ્રસાશન અધિકારીઓની દેખરેખમાં યોજવામાં આવ્યા.


આ અનોખા લગ્નની અંદર વર-કન્યા સાથે તેમના માતા પિતા અને પંડિતે પણ પીપીઈ કીટ પહેરી અને લગ્નના બધા જ વિધિ પૂર્ણ કર્યા. વિધિવત થયેલા લગ્નોમાં દુલ્હા દુલ્હને પીપીઈ કીટ પહેરી અને એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી હતી.


આખા ક્ષેત્રમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા. ક્ષેત્ર ઉપરાંત આખા દેશમાં પણ આ લગ્નની ચર્ચાઓ થઇ રહી છે. આ લગ્નમાં પરિવારજનો સાથે ચિકિત્સક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હિન્દૂ રીતિ રિવાજ સાથે આ લગ્નને કોવિડ સેન્ટરમાં જ પૂર્ણ કરાવવામાં આવ્યા હતા.