આજકાલ દેશની અંદર લવ જેહાદના અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક કિસ્સો વડોદરામાંથી પણ સામે આવ્યો છે. જેમાં 6 વર્ષ સુધી એક બ્રાહ્મણ યુવતીને એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધો હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ યુવક અને યુવતી પાંચ દિવસ પહેલા મુંબઈ ચાલ્યા ગયા હતા. જ્યાં બંનેએ બાંદ્રાની એક મસ્જિદમાં જઈને નિકાહ પઢિ લીધા હતા. ત્યારબાદ યુવતી બુધવારના રોજ વડોદરા પરત આવી હતી. તેના લગ્નની જાણ થતા જ સમાજમાં ભારે રોષ ઉભો થયો હતો.

આ ઘટના પ્રકાશમાં આવતા જ વડોદરાના સ્થાનિક નેતાઓ યુવતીને સમજાવવામાં લાગી ગયા હતા, તો બીજી તરફ યુવકનું પણ કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે. બંને પુખ્ત વયના હોવાના કારણે અંતિમ નિર્ણય તેમના ઉપર છોડવામાં આવ્યો છે. આ બાબતે યુવતીનું કહેવું છે કે તેના મુસ્લિમ પતિને તે હિન્દૂ ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરશે.