ખબર

બહેનપણીના BF સાથે આંખ મળતા સેટિંગ કરી લીધું અને પછી એક દિવસ એવો વિશ્વાસઘાત કર્યો કે ધ્રુજાવી દે એવો કિસ્સો આવ્યો સામે

પ્રેમ કોને ક્યારે ક્યાં અને કોની સાથે થઇ જાય એ કોઈ નથી જાણતું, ઘણીવાર પ્રેમના કારણે જ બદનામ પણ થવું પડે છે તો ક્યારેક પ્રેમના કારણે જ પોતાના જીવથી પણ હાથ ધોવા પડતા હોય છે તો કેટલીકવાર પ્રેમના કારણે જ કેટલાકના ઘર પણ બરબાદ થતા આપણે જોયા છે. અવાર-નવાર આ વિશેના સમાચાર પણ સાંભળવા માલ્ટા હોય છે એવા જ એક સમાચાર હરિદ્વારથી આવ્યા છે.

Image Source

હરિદ્વારમાં લિવ ઇનના સંબંધોમાં રહેતી એક મધ્યપ્રદેશની યુવતીની હત્યામાં ફરાર થઇ ગયેલી તેની બહેનપણી છેલ્લે પોલીસના હાથે લાગી જ ગઈ. જયારે હજુ મુખ્ય આરોપી પ્રેમ ફરાર છે. સિડકુલ પોલીસે આરોપી યુવતીને કોર્ટમાં હાજર કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આરોપી યુવતીએ પોતાનો ગુન્હો કબૂલી પણ લીધો છે.

યુવતીએ પોલીસેને જાતે જ જાણકારી આપી કે તેને અને તેના પ્રેમીએ મળીને તેની બહેનપણીની હત્યા કરી નાખી છે. આ ઘટના રવિવારે રાત્રે સિડકુલની મહાદેવપુરમ કોલોનીમાં એક ચાર માળની ઇમારતમાં ભાડે રહેતી એક 24 વર્ષીય યુવતીનું શબ મળી આવ્યું હતું તે ગ્વાલિયર મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનમાં એવી પણ માહિતી મળી છે કે યુવતી તેના પ્રેમી સાથે લિવ ઈનમાં રહેતી હતી.

Image Source

આ ઘટન ત્યારે સામે આવી જયારે એક કરિયાણાનો વહેપારી પોતાની બાકી નીકળતી રકમ લેવા માટે પહોંચ્યો હતો અને ત્યારે યુવતીના પ્રેમી સાથે તે મળ્યો, પ્રેમી યુવકે રકમ આપવામાં આંકારની કરી ત્યારે દુકાનદાર સીધો તેના ઘરે જ તેના રૂમમાં પહોંચી ગયો હતો અને તાળું તોડી અંદર પ્રવેશ્યો ત્યારે તેને બાથરૂમમાં યુવતીની લાશ જોઈ હતી.

યુવતીના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેના શબને પલાસ્ટીકની થેલીમાં બાંધી એક શુટકેસમાં નાખી દેવામાં આવ્યું હતું. એવું પણ સામે આવ્યું છે કે 23મે ના રોજ યુવતીની હત્યા કરવામાં આવી હોઇ શકે છે. કારણ કે છેલ્લીવાર તે ત્યારે જ જોવા મળી હતી.

આ મામલે હત્યાનો જિન્હોં નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં યુવકની પ્રેમિકા હાથ લાગી જતા તેની ધરપકડ કરવામાં આવી હતી, પ્રેમી યુવકની તપાસ પોલીસ કરી રહી છે.