ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

સ્કૂલ બસમાં ઘરે જઈ રહેલી છોકરી સાથે થયું કંઈક આવું, છોકરાએ કરી આ રીતે મદદ, હવે થઇ રહયા છે ચારે તરફ વખાણ

એક તરફ જ્યા આપણે યુવાનો વિશે ખૂબ જ ખરાબ સમાચારો સાંભળતા હોઈએ છીએ ત્યાં બીજી તરફ એક સ્કૂલના છોકરાના ખૂબ જ વખાણ થઇ રહયા છે. આ છોકરાએ સ્કૂલ બસમાં બેસેલી એક છોકરીના પીરિયડ્સ અચાનક ચાલુ થઇ જવા પર મદદ કરી હતી.

Image Source

એક છોકરી સ્કૂલ બસમાં ઘરે આવી રહી હતી એ સમયે અચાનક જ તેના પીરિયડ્સ શરુ થઇ ગયા. છોકરી એ વાતથી અજાણ હતી, ત્યારે તેનાથી એક વર્ષ મોટા એક છોકરાએ તેને બાજુ પર લઇ જઈને તેના કાનમાં કહ્યું કે તેને પેન્ટ પર પાછળ ડાઘ છે અને તેને પોતાનું સ્વેટર આપ્યું કે તે પોતાની કમરની આજુબાજુ બાંધી લે જેથી તે ઘરે સરળતાથી જઈ શકશે.

Image Source

છોકરી આ વધી ખૂબ જ ગભરાઈ ગઈ અને કહ્યું કે ચાલશે… પરંતુ આ છોકરાએ આગ્રહ સાથે કહ્યું કે ચિંતા ન કર, મારે પણ બહેનો છે. આ બધું જ સામાન્ય છે. અને પછી આ છોકરી કોઈ પણ સંકોચ વિના આ છોકરાનું સ્વેટર પહેરીને ઘર પહોંચી.

ઘરે પહોંચીને આ છોકરીએ પોતાની માતાને બધી જ વાત કરી ત્યારે આ છોકરીને મમ્મીએ ફેસબુકમાં આ ઘટના વિશે પોસ્ટ કરી છોકરાના માતાપિતાનો આભાર માન્યો અને લખ્યું કે તેની મમ્મી તેનો સાચી રીતે ઉછેર કરી રહી છે.

આ પોસ્ટમાં છોકરીની મમ્મીએ આખી ઘટના લખી કે કઈ રીતે તેમની દીકરી સ્કૂલેથી પરત ફરતી વખતે બસમાં જ પીરિયડ્સમાં થઇ ગઈ અને આ છોકરાએ તેની મદદ કરી. આ મહિલાએ તેમની દીકરીની મદદ માટે આ છોકરાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Image Source

તેમને સાથે લખ્યું હતું કે ‘જો તમે આ છોકરાની મમમમી હોવ તો હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે તેનો સાચી રીતે ઉછેર કરી રહયા છો. આપણે આજકાલ યુવાનો વિશે ઘણું ખરાબ સાંભળીએ છીએ ત્યારે મારે આજે કઈંક સકારાત્મક શેર કરવું છે.’

જેના પર એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે છોકરાઓ અને છોકરીઓને શરીર વિશેનું જ્ઞાન આપવાનું મહત્વ છે આ તો. તો બીજી એક વ્યક્તિએ લાક્યું હતું કે આપણને આ વિશ્વમાં આવા વધુ લોકોની જરૂર છે. તો કોઈએ લખ્યું કે આ રીતે આપણે આપણા બાળકોને ઉછેરવા જોઈએ.

Image Source

એક સ્ટડી અનુસાર, 90 ટકાથી વધુ છોકરીઓ પીરિયડ્સના સમયે શાળાએ જવાથી ડરે છે. લગભગ 3,50,000 છોકરીઓ પીરાઇડ્સમાં હોય એ સમયે શાળાએ નથી જતી. જે અભ્યાસના 2.1 મિલિયન કલાક બરાબર છે. જેમાંથી ચોથા ભાગની છોકરીઓએ જણાવ્યું હતું કે પીરિયડ્સમાં શાળાએ ન જવાના મુખ્ય કારણોમાં તેઓ શરમ અનુભવે છે, લીક થવાની બીક લાગે છે, ટોયલેટ નથી જઈ શકતા, અને બીજા વિદ્યાર્થીઓ ખીજાય છે, એવા ઘણા કારણોનો સમાવેશ થાય છે.

Image Source

પરંતુ આ ઘટના સારા લોકો સારા કામ કરે છે તેનું એક ઉદાહરણ છે. આવું રોજ થઇ રહ્યું છે. તો ચાલો આવી જ મદદની ભાવના રાખતા જયારે પણ કોઈને મદદની જરૂર હોય ત્યારે મદદ કરીને પરિસ્થિતિને સુધારવાના પ્રયાસો કરીએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks