બોલિવુડના મશહૂર પ્રોડ્યુસર અને દિવગંત શ્રીદેવીના પતિ બોની કપૂર આજે તેનો 64મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. બોની કપૂરે તેરી ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. બોની કપૂરની ફિલ્મ ‘વોન્ટેડ’, ‘જુદાઈ’, ‘નો એન્ટ્રી’, ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યો હતો. બોની કપુરે શ્રી દેવી સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને બોની કપૂરના જન્મદિવસે તેની અને શ્રી દેવીની પ્રેમકહાની વિષે જણાવીશું.
ગત વર્ષ શ્રીદેવીનું દુબઈમાં ડૂબી જવાને કારણે નિધન થયું હતું. અચાનક આવેલી આ ઘટનાએ બોની કપૂરને પુરી રીતે તોડી નાખ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન બોની કપૂરે તેની અને શ્રીદેવીની પ્રેમ કહાની વિષે જાણ કરી હતી.
ગત વર્ષ 13 ઓગસ્ટ શ્રીદેવીના 55માં જન્મદિવસે દિલ્લીમાં સૂચના અને મંત્રાલય તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રી દેવીની હિટ ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. શ્રીદેવીના જન્મદિવસે બોની કપૂરે શ્રીદેવી સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી હતી. જેમાં બોનીએ જણાવ્યું હતું કે, શ્રીદેવીને પ્રેમનો પ્રસ્તાવ માટે 12 વર્ષ લગાડી દીધા હતા.
બોની કપૂરે તેની શ્રીદેવીની પ્રેમ કહાનીને લઈને કહ્યું હતું કે, મને શ્રીદેવીનું દિલ જીતતા 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મને શ્રીદેવીથી ત્યારે પ્રેમ થયો હતો જયારે મેં તેને પહેલી વાર પડદા પર જોઈ હતી. મારો પ્રેમ હંમેશા એક તરફી હતો. હું શ્રી દેવીને ફોલો કરતો કરતો ચેન્નાઇ પહોંચી ગયો હતો. હું તેની સાથે ફિલ્મ સાઈન કરવા માંગતો હતો પરંતુ તે સમયે શ્રીદેવી ત્યાં હાજર ના હતી. હું તેના અને તેના કામનો બહુજ મોટો ફેન હતો. એક એક્ટ્રેસ તરીકે જે તેની છબી હતી તેના કારણે હું તેની પ્રશંસા કરતો હતો. આ કારણે જ હું તેને આંધળો પ્રેમ કરતો હતો. અમારા બન્નેની પ્રેમ કહાની ખુલ્લી કિતાબ જેવી હતી. શ્રીદેવીએ મને જિંદગીમાં બધા જ મોડ પર સાથ આપ્યો હતો.
બોનીએ વધુમાં કહ્યું હતું કે, શ્રીદેવીથી જોડાયેલી યાદો હજુ પણ પરિવારને યાદ આવે છે. મને દરેક પગલે તેની કમી મહેસુસ થાય છે. હું તેની યાદ સાથે જીવી રહ્યો છું. તે અચાનક જ અમારાથી બહુ જ દૂર ચાલી ગઈ જેનો અંદાજો ના હતો.
બોનીએ વધુમાં તેની પહેલી પત્નીના બાળકો અર્જુન અને અંશુલા અંગે જણાવ્યું હતું કે, અંજૂલા અને અર્જુન મારી તાકાત છે. જે રીતે બન્ને જાહ્નવી અને ખુશીનો સ્વીકાર કર્યો છે તેનાથી હું નિશ્ચિત છું. મારા ચારેય બાળકો મારી તાકાત છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.