જો તમારે હાડકા મજબૂત કરવા હોય તો આજે જ શરૂ કરી દો આ 9 વસ્તુઓ ખાવાની

વર્તમાન સમયે લોકોની જીંદગી ભાગદોડ ભરી થઈ ગઈ છે, એવામાં શરીરનું સ્વાસ્થ્ય જાળવવું ખુબ જ જરૂર બન્યુ છે. હાડકાં શરીરના આકાર, બંધારણ અને શરીરના સંતુલનમાં મહત્વનો ફાળો આપે છે. હાડકાં ખરાબ થવાથી ઓસ્ટીયોપોરોસિસ, રિકેટ્સ, હાડકાનું કેન્સર અને હાડકાના ચેપ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

તેથી તંદુરસ્ત હાડકાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત આહાર, જીવનશૈલીમાં ફેરફાર, સપ્લિમેન્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિઓથી હાડકાંને તંદુરસ્ત બનાવી શકાય છે. તમારા હાડકાંને સ્વસ્થ બનાવવા માટે તમે આહારમાં કઈ ખાદ્ય ચીજોનો સમાવેશ કરી શકો છો તે અમે તમને જણાવીશું.

અખરોટ:
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે. અખરોટ મગજ માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને પાચન સુધારે છે. તેનું સેવન તમને સ્વસ્થ તો રાખે જ છે સાથે સાથે તમારા હાડકાઓને પણ મજબૂત બનાવે છે.

બદામ:
બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન ઇ, ઓમેગા 3, ફાઇબર અને એન્ટી -ઓક્સિડન્ટ હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. બદામ નિયમિત ખાવાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. અભ્યાસ મુજબ, બદામનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે.

સેલ્મન-
સેલ્મન માછલી સ્વસ્થ ચરબી અને ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. તે શરીરમાં વિટામિન ડીની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 અને વિટામિન ડી બંને હાડકાના આરોગ્ય અને વિકાસને વઘારવામાં મદદ કરે છે. તેથી તમારા આહારમાં સેલ્મન માછલીનો સમાવેશ કરો.

દૂધ:
દૂધને ઘણીવાર સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તમે ઘણી રીતે દૂધનું સેવન કરી શકો છો. દૂધને સ્મૂધી બનાવીને, તેમાં ઓટ્સ ઉમેરીને અથવા તો એકલુ દૂધ પણ પી શકાય છે.

ઇંડા:
ઇંડા પોષક તત્વોનો ભંડાર છે. ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. શરીરમાં પ્રોટીનનું સ્તર ઘટવાથી હાડકાંનો વિકાસ અવરોધે છે. તેથી તમારા આહારમાં ઇંડાનો સમાવેશ કરો. તેમને બાફેલા, તળેલા અથવા આમલેટ બનાવીને પણ ખાઈ શકાય છે.

પાલક:
પાલક વિટામિન કેથી સમૃદ્ધ છે, જે તંદુરસ્ત હાડકાં જાળવવા માટે જરૂરી છે. તમારા દૈનિક જીવનમાં પાલકનું સેવન માત્ર મજબૂત હાડકાં જાળવવા માટે જ નહીં પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. તેથી તમારા આહારમાં પાલકનો સમાવેશ કરો.

શલગમ:
શલગમમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે. વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ પણ શલગમમાં જોવા મળે છે. તેઓ શરીરને તંદુરસ્ત રાખવાની સાથે સાથે હાડકાંને મજબૂત બનાવે છે.

પનીર:
પનીર કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર છે. હાડકાંના વિકાસમાં પનીર મહત્વની ભૂમિકા ભજવે છે. કાચા પનીરનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને શરીર ઉર્જાવાન રહે છે.

સોયાબીન:
સોયાબીનમાં કેલ્શિયમ, ફાઇબર, વિટામિન ઇ, બી કોમ્પ્લેક્સ, થાઇમીન, રિબોફ્લેવિન, એમિનો એસિડ અને ઘણા પ્રકારના ખનીજ મળી આવે છે. સોયાબીનનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. તમારા આહારમાં સોયાબીનનો સમાવેશ કરવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે અને હાડકાં મજબૂત થાય છે.

Niraj Patel