હજુ પણ વાંઢા છે આ 5 કરોડોપતિ સ્ટાર્સ, લગ્નના સુખથી વંચિત છે
બોલીવુડના કલાકારોના ફેન્સ હોય એ એમના અંગત જીવન વિષે ઘણું જાણવાની ઈચ્છા રાખતા હોય છે,પરંતુ એમાંથી ઘણી બાબતો તો એવી હોય છે કે જે એમના ફેન્સ માટે કાયમ રહસ્ય જ રહે છે. જેમ કે સલમાન ખાન જે ચાહકો હોય એ આજે પણ એમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ સલમાન ખાન 52 વર્ષના થઇ ગયા હોવા
છતાં પણ હજી તેઓ કુંવારા જ છે.
તો આવો જાણીએ કે, આ લિસ્ટમાં માત્ર સલમાન ખાન જ એકલા નથી. બોલીવુડમાં બીજા પણ એવા અભિનેતાઓ છે, કે જેઓએ હજી સુધી લગ્ન જ નથી કર્યા, પણ એમને જોઈને આપણને એવું જ લાગે છે કે હવે તો એ વૃદ્ધ થઈ ગયા છે. ચાલો તો એ અભિનેતાઓ વિષે જણાવી દઈએ કે જે હજી કુંવારા તો છે પરંતુ વૃદ્ધાવસ્થા એમને આવી ગઈ છે.

ઉદય ચોપરા:
ઉદય ચોપરા ફ્લોપ હીરો તરીકે જાણીતા છે. મશહુર ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપરાના નાના દિકરા છે. ઉદયે પોતાના કરિયરની શરુઆત ફિલ્મ મ્હોબતેંથી કરી હતી. પહેલી ફિલ્મ ખૂબ સફળતા મેળવી પણ ઉદયનો ઉદય ન થયો. ત્યાક બાદઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ લોકોને ઉદય ફક્ત ધૂમ સીરીઝમાં જ ગમે છે અને જાણે ધૂમ 3 પછી તો એ ગાયબ જ થઈ ગયા છે. અત્યારે ઉદયની ઉંમર 46 વર્ષની છે અને હવે તો એ ફિલ્મોમાં પણ જોવા મળતો નથી, અને હજી સુધી એમણે લગ્નનો વિચાર જ નથી કર્યો. અત્યારે તો હાલમાં તે ખુબ જ ખરાબ રીતે વૃદ્ધ દેખાવા લાગ્યો છે.

સાબાદ ખાન:
અમજદ ખાનનો દિકરો સાબાદ ખાને પોતાના કરિયરની શરુઆત બી ગ્રેડની ફિલ્મથી કરી હતી. જી હાં, ફિલ્મ ‘રાજાકી આયેગી બારાત’થી ફિલ્મી કરિયર શરુ કર્યુ ત્યાર બાદ ‘રેફ્યુજી’ અને ‘બેતાબી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતા. અત્યારે તો 45 વર્ષનો થઈ ગયો છે અને એણે પણ આજ સુધી લગ્ન કર્યા નથી અને એ લગ્ન વિના સંપૂર્ણ રીતે વૃદ્ધ દેખાવા લાગ્યો છે.

સલમાન ખાન:
સલમાન ખાન લાખો દિલોની ધડકન છે. આજે પણ ચાહકો તેના લગ્નના સમાચાર જાણવા આતુર છે. દબંગ ખાનના લગ્ન વિષે તો વારંવાર સમાચાર મીડિયામાં આવતા રહેતા હોય છે, પણ હંમેશા તે એક અફવા જ બની જાય છે. આજે બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર સલમાન ખાન છે. એમની જે પણ ફિલ્મ આવે એ બોક્સ ઓફિસ પર કમાણીનો નવો જ એક રેકોર્ડ બનાવે છે. ભલે એમની ઉંમર 53 વર્ષની છે. પરંતુ હજી સુધી એમના લગ્ન વિશેની કોઈ જ ખબર નથી,પણ આજે પણ એમના ફેન્સ એમના લગ્ન થવાની પુરે પુરી આશા રાખીને બેઠા છે.

હરમન બાબેજા:
હરમન બાવેજા લવસ્ટોરી 2050, ‘વોટ્સ યોર રાશિ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યું છે અને એમનું પ્રિયંકા ચોપડાના સાથે અફેયર પણ રહ્યું હતું અને એના ડેબ્યું સમયે તો એમનો દેખાવ એકદમ હ્રિતિક રોશન જેવો જ દેખાતો હતો, તેમ છતાં પણ તે ફ્લોપ હીરો તરીકે સાબિત થયો છે. અત્યારે તો એ માત્ર 38 વર્ષનો જ છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી પણ એમને લગ્નનો વિચાર જ નથી આવ્યો. ફિલ્મોમાં તો કામ નથી મળતું તેના કારણે જાડો અને વૃદ્ધ દેખાવા લાગ્યો છે.

અક્ષય ખન્ના:
એક સમયે અક્ષય ખન્ના સારી એવી ફિલ્મોમાં કામ કર્યુ છે. અક્ષય ખન્નાએ હંમેશા પોતાની અલગ છાપ બનાયેલી રાખી છે. અક્ષય સુપરસ્ટાર વિનોદ ખન્નાનો પુત્ર છે. છેલ્લે અક્ષય ખન્ના ઢિશુમ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તે ઉપરાંત અક્ષયે તાલ, દિલ ચાહતા હૈ, હમરાઝ, હંગામા, રેસ, બોર્ડર, નકાબ,આક્રોશ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. અક્ષય અત્યારે 44 વર્ષનો છે. પણ હજી એણે લગ્ન નથી કર્યા અને તેના ચહેરા પર વૃદ્ધત્વ દેખાવા લાગ્યું છે.