ખબર

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી મળવા ઉપર બોલીવુડનું રિએક્શન, સુસ્મિતા સેનથી લઈને રિતેશ દેશમુખે કર્યા આવા ટ્વીટ

સાત વર્ષ કરતા પણ વધુ સમય વીતવા પછી નિર્ભયાને આજે ન્યાય મળ્યો, આજે સવારે જ 5:30 કલાકે ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા, જેના બાદ નિર્ભયાની માતા સમેત દેશભરના નાગરિકોએ ભારતીય ન્યાય પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. નિર્ભયાની માતાએ કહ્યું કે: “આજે એક માનું કર્તવ્ય પૂર્ણ થયું.” દેશભરમાંથી ઘણા લોકોની આ ફાંસીને લઈને પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે બોલીવુડના કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓએ પણ ટ્વીટ કરી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુસ્મિતા સેને ટ્વીટ્ટર ઉપર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી, તેને જણાવ્યું હતું કે “એક માતાના ધૈર્ય અને સહનશક્તિને આખરે ન્યાય મળ્યો, આશાદેવીને ન્યાય મળ્યો.”


અભિનેતા રિતેશ દેશમુખ પણ આવા કિસ્સાઓમાં અવાર નવાર પોતાની પ્રતિક્રિયા આપતો હોય છે ત્યારે નિર્ભયાને મળેલા ન્યાય માટે પણ રિતેશે ટ્વીટ કરી અને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે: “નિર્ભયાના માતા*પિતા અને મિત્રો સાથે મારી સંવેદના છે. સમય ચોક્કસ લાગ્યો છે, પરંતુ ન્યાય થયો છે.”

અભિનેત્રી તાપસી પન્નુ પણ પોતાની વાતને સ્પષ્ટ રીતે રાખવા માટે જાણીતી છે, ત્યારે તેને પણ નિર્ભયાને મળેલા ન્યાય માટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે: “હવે નિર્ભયાની માતા અને તેમનો પરિવાર શાંતિની ઊંઘ માણી શકશે, આ ખુબ જ લાંબી અને સંઘર્ષપૂર્ણ લડાઈ રહી છે.”

તો અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ પણ આ મુદ્દે પોતાની વિચારધારા વ્યક્ત કરતા મહત્વની વાત કહી હતી, પ્રીતિએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે: “જો 2012માં નિર્ભયા કેસના બળાત્કારીઓને લટકાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયિક વ્યવસ્થા મહિલાઓ વિરુદ્ધ થતા આ ગુન્હાઓને રોકી શકી હોત, કાયદાનો ડર અને કાયદાનું નિયંત્રણ રહ્યું હોત, નિવારણ હંમેશા ઉપચાર કરતા વધારે સારું હોય છે. આ સમય ભારત સરકારનો છે, ન્યાયિક સુધારા માટે પગલાં ઉઠાવે છે”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.