ફિલ્મી દુનિયા

2020માં રિલીઝ થશે મોટા-મોટા સ્ટાર્સની આ 10 ફિલ્મો, દરેક ફિલ્મી ફેન જોઈ રહયા છે આ ફિલ્મોની રાહ

જે રીતે આપણે બધા નવા વર્ષની રાહ જોઈએ રહયા છીએ, એ જ રીતે બોલિવૂડના ચાહકો પણ 2020માં રિલીઝ થનારી ફિલ્મોની રાહ જોઈ રહયા છે. 2020માં ઘણી સારી સારી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ ફિલો રિલીઝ થવા જઈ રહી છે નવા વર્ષ 2020માં –

1. છપાક –

Image Source

તાજેતરમાં જ મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થયું છે. ત્યારે હવે દર્શકો દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસ્સીના અભિનયની ઝલક જોઈને આ ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છે. ફિલ્મ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

2. બાગી-3 –

Image Source

બાગી અને બાગી-2ની સફ્ળતા બાદ હવે બધા જ દર્શકો આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે અને આ ફિલ્મ 10 માર્ચના રોજ રિલીઝ થશે.

3. તાનાજી – ધ અનસંગ વોરિયર –

Image Source

અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ 24 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે. ફિલ્મની વાર્તા 1670ના સિંહગઢ યુદ્ધ પર આધારિત છે.

4. કુલી નંબર 1 –

Image Source

સારા અલી ખાન અને વરૂણ ધવન પહેલીવાર એક ફિલ્મમાં સાથે કામ કરવા જઇ રહ્યા છે. બોલીવુડના ચાહકો ખાસ કરીને આ જોડીને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. ‘કુલી નંબર 1’ ની રિલીઝ ડેટ 1 મે 2020 રાખવામાં આવી છે.

5. તખ્ત –

Image Source

2020માં ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ તખ્ત એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. કરણ જોહર દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહન્વી કપૂર, કરીના કપૂર, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

6. રાધે –

Image Source

રાધે ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દબંગ 3 પછી, સલ્લુ ભાઈની આ ફિલ્મ જોવા માટે 4 એપ્રિલ સુધી રાહ જોવી પડશે.

7. લક્ષ્મી બોમ –

Image Source

અક્ષય કુમારની આ ફિલ્મ કોમેડી હોરર છે અને એમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, કિયારા અડવાણી, તુષાર કપૂર, આર માધવન અને શોભિત ધુલીપણાં પણ જોવા મળશે. આ ફિલ્મ મોટા પડદા પર 20 મેના રોજ રિલીઝ થશે.

8. થલાઈવી –

Image Source

જયલલિતાના જીવન પર આધારિત આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ થશે.

9. બચ્ચન પાંડે –

Image Source

અક્ષય કુમારની આ ફિલ્મ વર્ષના અંતમાં એટલે કે 25 ડિસેમ્બર 2020એ રોજ રિલીઝ થશે.

10. બ્રહ્માસ્ત્ર –

Image Source

રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 15 ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ કરવામાં આવશે. તો આ છે બોલિવૂડની એવી ફિલ્મો કે જેની દર્શકો આવતા વર્ષમાં એટલે કે 2020માં રિલીઝ થવાની આતુરતાથી રાહ જોશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.