આજકાલ બોલીવુડના કલાકારોમાં મોટા ઘરના જમાઈ વધ્યું છે. બોલીવુડમાં એવા ઘણા કપલ છે જે મોટા ઘરના જમાવી બન્યા હોય તો બીજી તરફ એવી હિરોઈન ઘરની વહુ બની હોય.આજે આપણે અતુલ અગ્નહોત્રીના જન્મદિવસ પર એવી વાત કરીશું કે જે મોટા અને નામી ઘરના જમાઈ હોય.
અતુલ અગ્નિહોત્રી
એક્ટર અને મશહૂર ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ 24 જૂન 1970માં પંજાબી પરિવારમાં થયો હતો.અતુલે 1983માં આવેલી ફિલ્મ ‘પસંદ અપની અપની’ માં ચાઈલ્ડ આર્ટિસ્ટથી કેરિયરની શરૂઆત કરી હતી. અતુલ અગ્નહોત્રીની ગણતરી એવા સેલિબ્રિટીમાં થાય છે કે જે બોલીવુડન મોટા અને નામી ઘરનો જમાઈ છે. અતુલે મશહૂર લેખક સલીમ ખાનની પુત્રી અલવીરા સાથે 1996માં લગ્ન થયા હતા. તેના બે બાળકો પણ છે. એલિઝા અને અયાન.
સૈફ અલીખાન
સૈફ અલીખાને 2012માં રણધીર કપૂર અને બબીતાની પુત્રી કરીના સાથે 2012માં લગ્ન કર્યા હતા. સૈફ અને કરીનાને એક પુત્ર છે તૈમુર.
View this post on Instagram
કૃણાલ ખેમુ
કૃણાલ ખેમુ પટૌડી ખાનદાનનો જમાઈ છે. પટૌડી ખાનદાનને હરિયાણા, દિલ્લી અને ભોપાલમાં અરબોની મિલકત છે. કરુણા ખેમુએ શર્મિલા ટાગોરની પુત્રી અને સૈફ અલીખાનની બહેન સોહા અલીખાન સાથે 2015માં લગ્ન કર્યા હતા. કૃણાલ ખેમુએ ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરિયર શરૂ કરી હતી પરંતુ ખાસ ચાલી ના હતી.
અક્ષય કુમાર
અક્ષય કુમાર પહેલાના જમાનાના સુપર સ્ટાર રાજેશ ખન્ના એન ડિમ્પલ કાપડિયાનો જમાઈ છે.અક્ષયે 2001માં ટ્વિંકલ સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો. બન્નેને બે બાળકો પણ છે. આરવ અને નિતારા.
અજય દેવગણ
અજયદેવગણ વીતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ તનુજાની પુત્રી કાજોલ સાથે 1999માં લગ્નના બંધનમાં બંધાયાં હતા. જેના 2 બાળકો પણ છે. ન્યાસા અને યુગ અજય દેવગણ છેલ્લે ‘ટોટલ ધમાલ’ માં જોવા મળ્યો હતો. આ મલ્ટી સ્ટારર ફિલ્મ હતી.
ગૌરવ
ચોકલેટી હીરોથી જાણીતો બનેલો ગૌરવ સુનિલ દત્તનો જમાઈ છે. ગૌરવે સુનિલ દત્તની પુત્રી ન્રમતા સાથે 1984માં લગ્ન કર્યા હતા.ગૌરવ અને ન્રમતાને 2 બાળકો પણ છે.સાંચી અને સિયા. ગૌરવની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’ હિટ થયા બાદ પણ ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં નામ કમાવવામાં અસફળ રહ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.