મનોરંજન

પોતાની જ ફિલ્મોમાં ડાયરેક્ટર દિલ આપી બેઠી હતી આ 6 અભિનેત્રીઓ, પછી કર્યા લગ્ન

બોલીવુડમાં આપણે ઘણી લવ સ્ટોરી જોઈએ છીએ, અને તે પ્રેમમાં બંધાતા લગ્ન સુધી પહોંચે છે, અભિનેતા અને અભિનેત્રી એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન સંબંધથી બંધાય છે પણ ઘણી અભિનેત્રીઓને નિર્દેશક સાથે પણ પ્રેમ થઇ જાય છે. આવી જ છ અભિનેત્રીઓ વિશે આજે અમે તમને જણાવીશું જે પોતાની ફિલ્મોમાં જ એ ફિલ્મના નિર્દેશકને દિલ આપી બેઠી હતી અને પછી એ સંબંધ લગ્નગ્રંથિથી જોડાયો હતો.

Image Source

ઉદિતા ગૌસ્વામી:
ઉદિતા ગૌસ્વામી આજે તો ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે પરંતુ તેને બોલીવુડમાં ઘણી સારી ફિલ્મો આપી છે. “પાપ”, “અક્ષર” અને “જહેર” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉદિતાએ ફિલ્મ નિર્દેશક મહેશ સુરી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેએ એકબીજા સાથે 9 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કરી અને છેલ્લે વર્ષ 2013માં એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

રાની મુખર્જી:
અભિનેત્રી રાની મુખર્જી બોલીવુડમાંની દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી છે. તેને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા તેમજ યશરાજ ફિલ્મના માલિક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા,. આ બંને એકબીજા સાથે લાંબા સમય સુધી ડેટ કરતા રહ્યા, તેમને ક્યારેય પોતાના સંબંધોને લઈને વાત કરી નથી.  લાઇમલાઇટમાં પણ બંને ક્યારેય એકબીજા સામે નથી આવ્યા, અને બંનેએ વર્ષ 2014માં ઇટલીમાં જઈને લગ્ન કર્યા ત્યારે જ જાહેર થયું.

Image Source

શ્રીદેવી:
આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી રહી પરંતુ તેની ઘણી યાદો જોડાયેલી છે, બોલીવુડમાં એક સમય એવો હતો જયારે શ્રીદેવી બોલીવુડમાં રાજ કરતી હતી. તેને પણ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે તેમની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા હતા, અને પછી થોડા સમય બાદ શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.

Image Source

સોનાલી બેન્દ્રે:
સોનાલી બેન્દ્રે પણ બોલીવુડનું એક જાણીતું નામ છે. સોનાલીએ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 1994માં ફિલ્મ નારાજના સેટ ઉપર થઇ હતી, ગોલ્ડીની બહેને સોનાલી સાથે ગોલ્ડીની મુલાકાત કરાવી હતી.

Image Source

સોની રાજદાન:
પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા પણ એક સમયની ખ્યાતનામ અભિનેત્રી હતી, તેને વર્ષ 1986માં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટે લગ્ન કર્યા હતા. મહેશના આ બીજા લગ્ન હતા.

Image Source

કલ્કિ કેકલાન :
કલ્કિ બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, તેને પણ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા, કલ્કિની ડેબ્યુ ફિલ્મ દેવ-ડીના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા, અનુરાગ પહેલાથી જ  પરણિત હતો પરંતુ કલ્કિ સાથે લગ્ન કરવા માટે તેને તેની પત્નીને ડિવોર્સ આપ્યા, જોકે કલ્કિ સાથે પણ તેનો સંબંધ લા,બો સમય સુધી ટકી ના શક્યો અને વર્ષ 2015માં બંને અલગ થઇ ગયા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.