2019ને પૂરું થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષજ ઘણા લોકો માટે ખુશી લઈને આવ્યું હશે તો ઘણા લોકોએ તેના પ્રિયજનને ગુમાવ્યા હશે. આજે આપણે બોલીવુડના એવા સિતારાની વાત કરીશું કે, જેને 2019ના વર્ષમા આ દુનિયાને અલવિદા કરી દીધી હતી.
આવો જાણીએ જણે 2019માં દુનિયાને અલવિદા કહી છે.
ખય્યામ
View this post on Instagram
ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે 19 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. ખય્યામ લાંબા સમયથી બીમાર હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. 16 ઓગસ્ટના રોજ તેની હાલત નાજુક થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર તેને ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન હતું. ખય્યામનું પૂરું નામ મોહમ્મદ ઝહૂર ખય્યામ હાશ્મી હતી. પરંતુ ફિલ્મ જગતમાં તેને ખય્યામના નામથી જ પ્રસિદ્ધિ મળી હતી. લુધિયાણાથી 17 વર્ષની ઉંમરમાં ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મોહમ્મ્દ રફીના ગીત ‘અકેલે મેં વહ ધબરાતે તો હોંગે’ થી મળી હતી. ખય્યામને ‘ કભી કભી’ અને ‘ઉમરાવ જાન’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને એવરગ્રીન માનવામાં આવે છે.
વિજુ ખોટે
View this post on Instagram
30 સપ્ટેમ્બરે દિગ્ગ્જ અભિનેતા વિજુ ખોટેએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 78 વર્ષીય વિજુ ખોટે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. વીજુએ તેના મુંબઈ સ્થિત ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.જુના નિધનનું કારણ શરીરમાં અચાનક આવેલા ઓર્ગન્સના ફેલ થવાને કારણે બતાવવામાં આવ્યું હતું. ફિલ્મ શોલેમાં વીજુના રોલ કાલીયાનો ડાયલોગ’ સરદાર મૈને આપકા નમક ખાયા હૈ’ ઘણો ફેમસ થયો હતો. 1964માં કરિયરની શરૂઆત કરનાર વિજુ ખોટેએ 300થી વધુ હિન્દી એન મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે. આ સિવાય તેને નાના પડદા પર પણ કામ કર્યું છે. વિજુ ખોટેને કાલિયાનાના રોલ સિવાય ‘અંદાજ અપના-અપનામાં રોબર્ટની ભૂમિકા માટે પણ જાણવામાં આવે છે.
વીરુ દેવગણ
View this post on Instagram
બોલીવૂડના સિંઘમ અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર વીરુ દેવગણનું 27 મે 2019ના રોજ નિધન થયું હતું. વીરુ દેવગણ ખૂબ જ પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર હતા. વીરુ દેવગણને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને સાન્તાક્રુઝનાં સૂર્યા હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું. પોતાની કારકિર્દીમાં તેમને 80થી વધુ ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ સિવાય બોલિવૂડની ફિલ્મોમાં તેમને એક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.વીરુ દેવગણે ફિલ્મ હિન્દુસ્તાન કી કસમનું નિર્દેશન કર્યું હતું અને તેઓએ અભિનેતા તરીકે ફિલ્મ ક્રાંતિ, સૌરભ અને સિંહાસનમાં પણ કામ કર્યું હતું. આ સિવાય અજય દેવગણ અભિનીત ફિલ્મ જિગરની વાર્તા પણ તેઓએ જ લખી હતી.
વિદ્યા સિંહા

રજનીગંધા ફિલ્મમાં સફળતા મેળવનારી ફેમસ બોલિવૂડની અભિનેત્રી વિધા સિન્હા 71 વર્ષની ઉંમરે 15 ઓગસ્ટે જિંદગીની જંગ હારી ગઈ હતી. તેમને મુંબઈમાં જુહુના ક્રિટીકેયર હોસ્પિટલમાં બીમારીને કારણે ખસેડવામાં આવી હતી. વિદ્યાને ફેફસા અને હૃદયને લગતી બીમારી હતી. તેમની હાલત જોઈએ તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. તેમને ફેફસાની બીમારી ગત વર્ષે જ થઇ હતી. વિદ્યા સિંહાએ છોટીસી બાત, રજનીગંધા, મુકિત, ઈનકાર, પતિ પત્ની ઔર વો, તુમ્હારે લિયે, સ્વયંવર, મગરૃર, સફેદ જૂઠ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે ફેમસ ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં, કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.
ગિરીશ કર્નાડ

નાટક, રંગમંચ, નિર્દેશન અને એક્ટરની દુનિયામાં બહુમુખી પ્રતિભાની છાપ છોડનાર કર્નાડ ભારતીય કલા સંસારનો એક હિસ્સો હતો. ગિરિશનું 81 વર્ષની વયે 10 જૂનના રોજ બેંગ્લોરમાં નિધન થયું હતું. સિનેમા, સાહિત્ય સિવાય સામાજિક કાર્યમાં ગિરીશે હિસ્સો લીધો હતો. દેશની સાંસ્કૃતિક નીતિને આકાર દેવામાં અહમ ભૂમિકા ભજવનાર ગિરીશ કર્નાડ તેની અભિવ્યક્તિને લઈને રૂઢિવાદીઓન નિશાના પર રહ્યા હતા. ઘણી વાર તેને મારવાની ધમકી પણ મળી હતી.
રાજકુમાર

રાજ કુમારે ‘હમ આપકે હૈ કોન’, ‘ હમ સાથ સાથ હૈ’ , ‘વિવાહ’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી સફળ પારિવારિક ફિલ્મના નિર્માતા રાજકુમારને હાર્ટ એટેક આવતા 12 ફેબ્રુઆરીએ 75 વર્ષની વયે નિધન થયું હતું.
શૌકત આઝમી

શબાના આઝમીની માતા અને મશહૂર ઉર્દુ કવિ અને લિરિસિસ્ટ કૈફી આઝમીની પત્ની શૌકત આઝમીનું 22 નવેમ્બરે 2019ના રોજ સાંજે નિધન થયું હતું. શૌકત આઝમીની ઉંમર 93 વર્ષની હતી અને તેની તબિયત છેલ્લા ઘણા વર્ષથી ખરાબ હતી. શૌકત આઝમીએ ‘ગરમ હવા’ ‘બઝાર’ અને ‘ઉમરાવ જાન’માં તેના પરફોર્મન્સને કારણે આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. શૌકત છેલ્લે ‘સાથિયા’માં જોવા મળી હતી.
ઓમપ્રકાશ

અનિતા નિર્દેશક અને એક્ટર ઓમ પ્રકાશે 7 ઓગસ્ટ 2019ના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઓમ પ્રકાશને રિતિક રોશનના દાદા અને રાકેશ રોશનના પીતા તરીકે ઓળખવામાં આવે છે. ૐ પ્રકાશે તેની કરિયરમાં સૌથી વધુ હિટ ફિલ્મ રાજેશ ખન્ના અને જીતેન્દ્ર સાથે આપી હતી. ખન્ના સાથે આપ કી કસમ, આખિર કયો ? તો જીતેન્દ્ર સાથે અપનાપન, આશા, આપણા બના લો, અર્પણ અને આદમી ખિલૌના હૈ જેવી હિટ ફિલ્મો આપી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.