દંગલ ગર્લથી મશહૂર થનાર અભિનેત્રી ઝાયરા વસીમએ અચાનક જ બોલીવુડને અલવિદા કહી દીધું છે. જણાવી દઈએ કે ઝાયરાની રિલીઝ થયેલી બન્ને ફિલ્મઓ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
ઝાયરાએ બૉલીવુડ છોડવાનું એલાન સોશિયલ મીડિયા દવારા કર્યું હતું. ઝાયરાની આ પોસ્ટ બાદ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. ઝાયરા પહેલી એવી એક્ટ્રેસ નથી. અચાનક જ બોલીવુડની દુનિયાને અલવિદા કહી હોય. ઘણી સારી હીરોઇનોએ લોકપ્રિયતા મેળવ્યા બાદ બોલીવુડથી નાતો તોડી દીધો હતો.અને હવે ગુમનામની જિંદગી જીવી રહી છે.
2 ફિલ્મથી બૉલીવુડમાં એક્ટિંગની કવિન ઝાયરા વસીમને આજે કોઈ પહેચાનની જરૂરત નથી. ઝાયરાની પહેલી ફિલ્મ ‘દંગલ’ સુપર હિટ જતા ફેન્સ ઝાયરાને ‘દંગલ ગર્લના નામથી ઓળખતા હતા. દંગલ ગર્લે સોશીયલ મીડિયા દ્વારા એવું એલાન કરતા બધા હેરાન થઇ ગયા હતા. ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર લાંબી લચક પોસ્ટ લખી બોલીવુડને અલવિદા કહેવાનું એલાન કર્યું હતું.
ઝાયરાએ લખ્યું હતું કે,’હું મારા કામ થી ખુશ નથી. હું ભલે અહીંયા ફિટ થઇ રહી હોવ,પરંતુ હું હું અહીંયાની નથી. આ મને ઈમાનદારી દૂર કરી રહ્યા છે.એક્ટ્રેસ બનવવાના ચક્કરમાં હું ઇસ્લામથી દૂર થઇ રહી છું. હું આ ફિલ્ડથી દૂર જાવ છું. મેં આ ફેંસલોઃ સમજી વિચારીને લીધો છે. આ બૉલીવુડ અભિનેત્રીઓએ પણ અચાનક જ બોલીવુડને અલવિદા કહ્યું હતું.
View this post on Instagram
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’ લોકોને બહુજ પસંદ આવી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન સિવાય એક એક્ટ્રેસના કામની તારીફ કરવામાં આવી હતી.આ એક્ટ્રેસનું નામ હતું આયેશા કપૂર. આયેશા કપૂરે બ્લેક ફિલ્મમાં રાની મુખરજીના બાળપણનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં આયેશાબની બહુજ તારીફ કરવામાં આવી હતી. આયેશાએ બ્લેક ફિલ્મ બાદ ‘સિકંદર’ કરી હતી. ફિલહાલ બોલીવુડથી દૂર થઈને ગુમનામની જિંદગી જીવી રહી છે.
રામ તેરી ગંગા મેલીમાં બોલ્ડ સીન આપી ચર્ચામાં આવેલઈ મંદાકિની પણ ગુમનામની જિંદગી જીવી રહી છે.આ ફીલ્મમ મંદાકિની રાજીવ કપૂર સાથે લીડ રોલમાં હતી.આ ફિલ્મમાં ઝરણાની નીચે સફેદ કપડાં પેહરી ભીના થવાનો સીન બહુજ પોપ્યુલર થયો હતો. મંદાકિનીની આ ફિલ્મ હિટ ગઈ હતી. ત્યારબાદ તે ઓછી ફિલ્મમાં નજરે આવી હતી. ત્યરબાદ મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાયું હતું.જોતજોતામાં તેણીએ બૉલીવુડ છોડી દીધું હતું. હવે મંદાકિની તેના પતિ સાથે મળી તિબબત હર્બલ સેન્ટર ચલાવે છે. સાથે જ યોગા પણ શીખવાડે છે.
View this post on Instagram
90ના દાયકાની એક્ટ્રેસ મયુરી કાંગોને ‘પાપા કહેતે હૈ ‘ફિલ્મથી રાતોરાતસ્તર બની ગઈ હતી. મયુરી 2009માં ફિલ્મ ‘કુરંબા’ કરી હતી. ‘કુરંબા’ મયુરીની છેલ્લી ફિલ્મ હતી. ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધી હતી. મયુરી હાલ ઇન્ટરનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર કામ કરે છે.મયુરી કાંગોએ ‘ગુગલ ઈન્ડીયા’ જોઈન કરી લીધું છે.ત્યાં તેનેઇન્ડસ્ટ્રીઝ હેડની કમાન સોંપવામાં આવી છે.તેની પહેલા તે પબ્લિસીસ ગ્રુપની Performix.Resultrix’ મેનેજીંગ ડાયરેક્ટર હતી.
અનું અગ્રવાલ મહેશું ભટ્ટની ફિલ્મ ‘આશિકી’માં લીડ રોલમાં હતી.આ ફિલ્મ બાદ અનુ રાતોરાત સ્ટાર બની ગઈ હતી.પરંતુ તે બાદ વર્ષ સુધી ફિલ્મ મેળવવા માટે મહેનત કરી હતી. પરંતુ કોઈ સફળતા મળી ના હતી.1999માં એક્સિડન્ટ થતા તેની જિંદગી સાવ જ બદલાઈ ગઈ હતી.આ સમય અનુની જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. આ એક્સિડન્ટમાં અનુની યાદદાસ્ત ચાલી ગઈ હતી.સાથેવ જ 29 દિવસ સુધી કોમામાં રહી હતી.
90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીએ તેની અદાકારી અને ખૂબસૂરતીથી ખુબ જ નામ કમાયું હતું। પરંતુ આટલી ઊંચાઈએ પહોંચ્યા બાદ મીનાક્ષીએ અચાનક દુરી બનાવી લીધી હતી. ફિલ્મથી દૂર થયા બાદ મીનાક્ષી ટેક્સાસમાં પતિ અને બાળકો સાથે રહે છે.મીનાક્ષી શેષાદ્રની ફિલ્મ ‘હીરો’ને બધાએ નોટિસ કરી હતી.આ ફિલ્મ કમાણીની બાબત પર સુપર હિટ રહી હતી. આ સિવાય મીનાક્ષી શેષાદ્રીએ ‘દામિની’ફિલ્મની ઍક્ટિંગે બધાને ઘાયલ કરી દીધા હતા. લગ્ન બાદ મીનાક્ષીએ બોલિવુસથી દુરી બનાવી લીધી હતી. હાલ મીનાક્ષી ટેક્સાસમાં ડાન્સ ક્લાસ ચલાવે છે.
આયેશાએ 2004માં આવેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 2009માં આવેલી સલમાનખાનની ફિલ્મ ‘વોન્ટેડ’આયશાની કરિયરની સૌથી હિટ ફિલ્મ રહી હતી.’ડોર’ફિલ્મમાં આયેશાની એક્ટિંગથી સૌને ચોંકવી દીધા હતા. પરંતુ ધરી સફળતા મળી ના હતી. આયેશાએ ફરહાન આઝમી સાથે 2009માં લગ્ન કરી લીધા હતા. ત્યરબાદ 2 ફિલ્મમાં નજરે આવી હતી. ત્યારબાદ બોલીવુડની દુનિયાને છોડી દીધી હતી.
અમિતાભની ‘ચુમ્મા ચુમ્મા ગર્લને કોણ ભૂલી શકે. 1991માં આવેલી ફિલ્મ ‘હમ’માં કિમિ કાટકરે બિગ બી સાથે રોમાન્સ કર્યો હતો. કિમિ કાટકરે 1985માં પથ્થર દિલથી તેની કરિયરની શરૂફિલ્મમાં આત કરી હતી.આ ફિલ્મમાં કિમિ કાટકરે સ્પોર્ટીંગ રોલ કર્યો હતો.ત્યારબાદ ફિલ્મ એડવેન્ચર ટારઝનમાં લીડ રોલ મળ્યો હતો. પરંતુ કિમીનેધારી સફળતા મળી ના હતી. 1992માં ફોટોગ્રાફર અને એડ ફિલ્મ મેકર શાન્તનુ શૌરી સાથે લગ્ન કર્યા બાદ બૉલીવુડ છોડી દીધું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks