વાત જયારે વીતેલા સમયની થતી હોય ત્યારે બોલિવૂડની એ સુંદર અભિનેત્રીઓ યાદ આવી જાય છે કે જે એક જમાનામાં બોલિવૂડ પર રાજ કરતી હતી, તેમની સુંદર અદાઓ પર દરેક વ્યક્તિ ફિદા થઇ જતો હતો. તેમની સુંદરતા અને તેમના અભિનયના દમ પર તેમને વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું, પરંતુ શું તમે જાણો છો કે પોતાના સમયની આ સુંદર અભિનેત્રી હવે કેવી દેખાય છે.
જુઓ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી હવે કેવી દેખાય છે –
1. વહીદા રહેમાન –

વહીદા રહેમાનને તેમના ગંભીર અભિનય માટે યાદ કરવામાં આવે છે. ‘ગાઈડ’, ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મો હંમેશા તેમના અભિનય અને સુંદરતાની યાદ અપાવતી રહેશે. વહીદા ઘણી વાર બોલિવૂડ પાર્ટીઓમાં જોવા મળે છે. તેમની છેલ્લી ફિલ્મ 2009માં રિલીઝ થયેલી ‘દિલ્હી 6’ હતી.
2. આશા પારેખ –

સુંદરતાની સાથે સાથે આશા પારેખને તેમના ડાન્સ માટે પણ ઓળખવામાં આવતા હતા. વધતી ઉંમરની સાથે તેમને ફિલ્મોની દુનિયા તો છોડી દીધી પણ 77ની ઉંમરમાં પણ ડાન્સ હજુ પણ જારી છે. હવે તે એક ડાન્સ એકેડમી ચલાવે છે.
3. તનુજા –

પોતાના જમાનાની સુંદર અને ચુલબુલી અભિનેત્રી ગણાતી તનુજાએ ઘણી ફિલ્મો અને ઘણા પ્રકારના રોલ્સ કર્યા છે. તેમની દરેક ફિલ્મો અલગ હોતી હતી. 76 વર્ષની ઉંમરે પણ હજુ તે એટલા ખરાબ નથી દેખાતા. છેલ્લે તેમને ડેથ ઈન ગુંજ ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. એ પછી તેમને આરંભ નામની સ્ટાર પલ્સ પર આવતી એક સીરિયલમાં જોવામાં આવ્યા હતા.
4. સાયરા બાનો –

16 વર્ષની સાયરા બાનોને જયારે લોકોએ પડદા પર જોઈ હતી, ત્યારે દરેક વ્યક્તિ એની સુંદરતા અને મોહક અદાના દીવાના થઇ ગયા હતા. ફિલ્મ જનગલીમાં અડીયલ શમ્મી કપૂર પર પોતાની સુંદરતા અને ચુલબુલાપણાથી જાદુ કરનાર અભિનેત્રી સાયરા બાનો દિલીપ કુમારના પત્ની છે.
5. રીના રોય –

બોલિવૂડમાં રીનાએ પોતાની ટીનએજમાં જ પગ મૂકી દીધો હતો. રીનાએ ઘણી હિટ ઇલ્મો આપી છે. શત્રુઘ્ન સિંહા સાથે એમની જોડી બેમિસાલ હતી. શત્રુઘ્ન સિંહા સાતેના તેમના અફેરના કિસ્સાઓ આખા બોલિવૂડમાં પ્રખ્યાત હતા. રીના રોય હવે 62 વર્ષના થઇ ચુક્યા છે અને ઉંમરની સાથે તેમની સુંદરતા પણ ઢળી ચુકી છે.
6. જયા પ્રદા –

જયા પ્રદાએ અનેક હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા પછી જયા રાજકારણમાં એક જાણીતું નામ બની ગયું છે. હવે તેમની સુંદરતા પણ પહેલા જેવી નથી રહી.
7. સલમા આગા –

ફિલ્મ ‘નિકાહ’ પછી પાકિસ્તાની સિંગર અને એક્ટ્રેસ સલમા આખા ભારતના દિલોની ધડકન બની ગઈ હતી. 63 વર્ષીય સલમા આગાની દીકરી સાશા આગાએ ફિલ્મ ઔરંગઝેબમાં અર્જુન કપૂર સાથે કામ કર્યું હતું.
8. ફરાહ નાઝ –

તબ્બુની મોટી બહેન અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી ફરાહ નાઝે ઈમાનદાર, મરતે દમ તક અને દિલજાલા જેવી ઘણી હિટ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે. પણ આજકાલ ફિલ્મોથી દૂર ઘરસંસાર ચલાવવામાં વ્યસ્ત છે.
9. મીનાક્ષી શેષાદ્રી –

દામિની, ઘાતક, હીરો, ઘાયલ અને ગંગા જમુના સરસ્વતી જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રખ્યાત બનેલી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી અચાનક ફિલ્મોથી ગાયબ થઈ ગઈ. અને પછી એકાએક વર્ષો બાદ તેમનો ચહેરો સોશિયલ મીડિયા પર લોકો સામે આવ્યો ત્યારે તેમના ચાહકો તેમને ઓળખી શક્યા નહીં. આજે તેમના ચહેરા પરથી સુંદરતા ગાયબ થઈ ગઈ છે.
10. બબીતા –

રણધીર કપૂરની પત્ની, રાજ કપૂરની પુત્રવધૂ, કરીના અને કરિશ્માની માતા બબીતાને તો ઓળખતા જ હશે. સુંદરતાના મામલે તેમનો કોઈ મુકાબલો નથી, તેમની બન્ને દીકરીઓ પણ તેમના પર જ ગઈ છે, પણ હવે ઉંમરની સાથે તેમની સુંદરતા ઢળી ગઈ છે. હાલની તેમની તસ્વીરો જોઈને તમે ઓળખી પણ નહિ શકો કે આ એ જ બબીતા છે.
11. ટીના મુનીમ –

ફિલ્મ દેસ પરદેસથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી ટીના મુનિમ હવે ટીના અંબાણી બની ગઈ છે. 1978માં તેના લગ્ન અનિલ અંબાણી સાથે થયા હતા. તેની ફિલ્મ ‘કર્ઝ’ હજી પણ એક શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. રાજેશ ખન્ના સાથે તેમનું અફેર લાંબુ ચાલ્યું હતું. એ તેમની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. ટીના ઘણા ચેરિટી ફંડ પણ ચલાવે છે.
12. વૈજયંતી માલા –

વૈજયંતી માલા હવે 83 વર્ષના થઈ ગયા છે. તે એક પ્રતિભાશાળી ગાયિકા અને તાલીમ પામેલા ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તમે ભલે તેમના દેખાવને જોઈને નિરાશ થાઓ પણ તેમનામાં હજુ પણ એટલી જ ફુર્તી છે. આ ઉંમરમાં પણ તેમની ડાન્સ કરિયર હજી સારી રીતે ચાલી રહી છે.
13. મુમતાઝ –

રાજેશ ખન્ના સાથે જય જય શિવ શંકર ગીતમાં જોવા મળેલી મુમતાઝ તમને યાદ જ હશે. 1960ના દાયકામાં, મુમતાઝ બોલિવૂડની સૌથી ફેશનેબલ હિરોઇન માનવામાં આવતી હતી. મુમતાઝના લગ્ન મયુર માધવાની અને તેમની પુત્રી નતાશાના લગ્ન ફરદીન ખાન સાથે થયા છે. નાની બની ગયેલી મુમતાઝ હજી પણ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેમની જોડી ખૂબ જ હિટ થઇ હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.