અજબગજબ

ગજબ છે આ માણસ, પોતાનો દેખાવ બદલવા માટે કપાવી નાખ્યા પોતાના કાન, તસવીરો જોઈને તમે પણ ચોંકી ઉઠશો

દરેક વ્યક્તિને પોતાના શરીર સાથે પ્રેમ હોય છે. પોતાના શરીરનો દરેક ભાગ પોતાને ગમતો હોય છે. શરીર આપણે બનાવી શકતા નથી, એ કુદરત દ્વારા મળેલી એક ભેટ છે. શરીરના કેટલાક ભાગ આપણને કદાચ ના ગમતા હોય તો આપણે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને થોડા વ્યવસ્થિત પણ કરાવતા હોઈએ છીએ. પરંતુ શું કોઈ વ્યક્તિ પોતાના એ અંગને દૂર જ કરી નાખે એવું બની શકે?

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

હા. એવું બન્યું છે. એક વ્યક્તિએ પોતાનો દેખાવ બદલવા માટે પોતાના કાન જ કપાવી નખાવ્યા, આ વ્યક્તિ છે જર્મનીમાં રહેવા વાળો 39 વર્ષનો સેન્ડ્રો. તેને છેલ્લા 17 વર્ષમાં ઘણીવાર પોતાના શરીરને મોડિફિકેશન કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

સેન્ડ્રોએ પોતાના શરીર ઉપર ઘણા બદલાવ કર્યા છે. તેમાં ટેટુ પણ સામેલ છે. પરંતુ તેને સૌથી મોટો બદલાવ પોતાના શરીરમાં કાન કપાવીને કર્યો છે. તેને પોતાના કાન એટલા માટે કપાવ્યા છે કે તે નરમુંડ જેવો દેખાઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આ વ્યક્તિએ પોતાના કાનને કપાવી પોતાના રસોડાના એક ડબ્બામાં મૂકી રાખ્યા છે. તેના ઘરે આવનારા મહેમાનોને પણ તે પોતાના આ કપાયેલા કાનને બતાવે છે. તેની આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

સેન્ડ્રો પોતે બેરોજગાર છે. છેલ્લા 13 વર્ષમાં તેને 17 વાર બોડી મોડિફિકેશન કરાવ્યું છે. જેમાં તેના કાન કપાવવા પણ સામેલ છે. તેને પોતાનું બોડી મોડિફિકેશન કરાવવા માટે 5.84 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ કર્યો છે. સાથે તે એક ટેટુ એડિક્ટ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

એટલું જ નહિ સેન્ડ્રોને બાળપણથી જ પોતાના બોડીમાં બદલાવ કરવાનું ગમે છે. તેને તો પોતાની જીભને પણ બે ભાગમાં વહેંચી નાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Mr._Skull_Face_666 (@mr._skull_face_666) on

સેન્ડ્રો ભલે બેરોજગાર હોય. પરંતુ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટોપોસ્ટ દ્વારા તેની સારી આવક થાય છે. તેને ઘણી નોકરીઓ કરી પરંતુ તેના દેખાવના કારણે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. જો કે તેને આ વાતનું કોઈ જ દુઃખ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.