લેખકની કલમે

એક સાચો મિત્ર….આપણે દિવસના જો 18 કલાક ગણીએ તો મિત્રો સાથે, બે પાંચ કલાક વધુમાં વધુ પસાર કરીએ છે. પણ જો આ મિત્ર આપણી પાસે 24 કલાક અને આખી જિંદગી સાથે રહે તો ?…

મે જે કંઇ પણ કર્યું, એમાં ક્યારે પણ મારા મિત્રને કંઈ તકલીફ લાગી જ નથી… તે સાચું હોય કે ખોટું હોય મિત્ર હંમેશા એમ જ કહે છે તું કરે તે બરાબર. એટલા માટે મિત્ર સાથે રહેવું હંમેશા ગમતું હોય છે. મિત્રને કોઇ પણ વાતે ના પણ પાડી શકાય છે, અને હા પણ પાડી શકાય છે પાડી શકાય છે. મિત્ર માટે લખીએ તેટલું ઓછું છે.

આપણે દિવસના જો 18 કલાક ગણીએ તો મિત્રો સાથે, બે પાંચ કલાક વધુમાં વધુ પસાર કરીએ છે. પણ જો આ મિત્ર આપણી પાસે 24 કલાક અને આખી જિંદગી સાથે રહે તો ?…

ખરેખર તો તો સોનામાં સુગંધ ભળે..જિંદગી ગાર્ડન ગાર્ડન થઈ જાય…ખુશી ખુશી છવાઈ જાય…મોજ મસ્તી થઈ જાય…ચારેબાજુ આનંદનું વાતાવરણ થઈ જાય.. અને પછી હરવાનું ફરવાનું અને મજ્જાની લાઈફ…

તમે નહીં માનો, પણ આવો મિત્ર ખરેખર તમારી સાથે જ છે. ખાલી એ મિત્રને સમજવાની જરૂર છે. અને પરણેલા મિત્રો માટે તે છે તેમની “પત્ની.”

દુનિયામાં એક અનોખો સંબંધ હોય છે. અને તે સંબંધ છે પતિ અને પત્નીનો….

આ એક એવો સંબંધ છે. જેમા તમે એકબીજાને જાણતા નથી. છતાં પણ આખી જિંદગી તેના જોડે કાઢી દો છો.. અને તે છે એક “પત્ની”

આપણી પાસે ઘણા બધા મિત્રોનો લાંબુ લિસ્ટ હોય છે. અને આપણે દરેક સુખદુઃખની વાતો તેમની સાથે શેર કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે એક પતિનો સાચો મિત્ર કોણ છે….???

એક પતિનો સાચો મિત્ર તેની જીવનસાથી છે. તેની જીવન અર્ધાંગિની છે..

જે તેના સુખ અને દુખ બંને પરિસ્થિતિમાં તેની સાથે હોય છે…

આમ તો એવું કહેવાય છે કે એકમાત્ર માતા જ એવી વ્યક્તિ છે. જે બાળકનો ચહેરો જોઈને તરત જ ઓળખી જાય છે. કે બાળકને શું પ્રોબ્લેમ છે…??

એક માતાને બાળકના દુઃખ-દર્દ ખબર પડી જાય છે તેવી જ રીતે એક પત્નીને પોતાનો પતિનો ચહેરો જોઈને બધુ જ ખબર પડી જાય છે…

આમ તો પત્ની પર બહુ જોકસો બનતા જોયા છે. પરંતુ એ પત્નીની સાચી હકીકત તો તે પોતે જ સમજી શકે છે…

આમ તો પત્નીને સમજવી બહુ જ મુશ્કેલ છે..

ઘણા બધા લોકો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે વાતો કરતા હોય છે કે જવા દો ને મારી પત્ની મારા ઉપર ગુસ્સે થાય છે…. પરંતુ તમે ક્યારે જાણવાની કોશિશ કરી કે તેની પાછળનું સાચું કારણ શું છે…???

તે ગુસ્સે થાય છે તેની પાછળ તમારા પ્રત્યેની લાગણી અને કેર હોય છે.

જ્યારે તમે ઓફિસ કે જોબ પરથી લેટ આવો ત્યારે ગુસ્સેથી તમને કહેતી હોય છે કે કેમ લેટ આવ્યા…??? ત્યારે તમારા મનમાં એવુ થાય છે એક તો હું લેટ આવ્યો અને આ ગુસ્સે થાય છે… પરંતુ એ સમય પહેલાની વ્યથા તમે ક્યારે જોઈ છે… એ 50 સામે ઘડિયાળની સામે જોશે…. ચાર-પાંચ વાર ગેટની બહાર જઈને જોશે… 10થી 15 વાર તમને ફોન કરશે… જો તમે ફોન નથી ઉપાડતા હોય તો, તેના મનમાં નકારાત્મક વિચારના કારણે તે રડશે અને ભગવાનના સામે બેસી જશે… અને એ તમને જોશે ત્યારે અંદરથી તો ખુશ થશે પરંતુ બહારથી એનો ગુસ્સો દેખાઈ આવશે…..

ક્યારેક ક્યારેક તમારાથી ખોટું લગાવીને પણ બેસી જાય છે. ત્યારે તેની પાછળનું કારણ તમને ખૂબ જ દિલથી ચાહવાનુ હોય છે….

એટલા માટે જ એક પત્નીને સમજવી ખૂબ જ મુશ્કેલ છે…

જ્યારે કોઈ દીકરી કોઈના ઘરની વહુ અને પત્ની બને છે ત્યારે તેના મનમાં ખૂબ જ ડર હોય છે. કે મારા માટે બધું જ નવું છે હું કેવી રીતે બધું એડજસ્ટ કરીશ…. પરંતુ ઘરમાં આવવાની સાથે જ તેની ઉપર અપેક્ષાઓનો વાદળ છવાઈ જાય છે. એડજસ્ટ થવાની વસ્તુ તો દૂર એના મનમાં ડર છવાઈ જાય છે… લગ્ન પહેલા સીંચેલા સપનાઓ લગ્ન પછી તૂટી જાય છે….

તેને પ્રેમ અને હૂંફની જગ્યાએ તેને માન્યતાઓ ઢોળાવુ પડતું હોય છે. એકવાર કોઈ વહુને દીકરીની જગ્યા આપી દો બધા જ પ્રોબ્લેમ સોલ્વ. જ્યારે કોઈ વાર આપણે ટૂરમાં ગયા હોય ત્યારે ટૂરમાં પંદર દિવસ ઉપર થઈ જાય ત્યારે આપણને આપણું ઘર યાદ આવી જાય છે. ત્યારે એક પત્ની ને પૂછો તેના માટે આ કેટલું મુશ્કેલ રહ્યું હશે…..

તમે તમારી પત્નીને કહેશો કે આ મહિને આપણે 10000માં ઘર ચલાવવાનું છે ત્યારે તે તેની બધી જ વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરીને હસતા મોઢે ઘર ચલાવશે…

દુનિયામાં કોઈ સૌથી સારું સેવિંગ કરતુ હોય તો એક પત્ની છે. તમને કહેશે કે સો રૂપિયાની વસ્તુ લાવવાની છે. ત્યારે તે વસ્તુ પચાસ રૂપિયાની લાવશે અને 50 રૂપિયાનું સેવિંગ કરશે. અને એ સેવિંગ તમને તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં તમને પાછુ આપશે…

ક્યારેક તમને માતાની જેમ ઠપકો આપશે. ક્યારેક તમને ખૂબ દિલથી પ્રેમ કરશે..

ક્યારેક તમને નાના બાળકની જેમ શિખામણ આપશે તો ક્યારેક તમને મોટા વ્યક્તિની જેમ સલાહ આપશે….

તેમજ તમને તમારા સુખ અને દુઃખમાં હંમેશા સાથ આપશે…

તમારી દરેક મુસીબતમાં એક પડછાયાની માફક તમારી સાથે રહેશે….

ક્યારેક તમારી માટે ડૉક્ટર બનશે તો ક્યારેક તમારી માટે ટીચર બનશે.

ક્યારેક તમારી ભાવતી રસોઈ બનાવીને તમને સરપ્રાઇઝ આપશે…

તમારી દરેક ખુશીમાં પોતાની ખુશી શોધશે… હંમેશા તમારી પહેલા ઉઠશે અને તમારા પછી સુવશે…

તમારા બાળકની કેર કરશે અને તેને ભણાવશે… ભલે તે અભણ હોય પરંતુ તમારા બાળક માટે હંમેશા ટોપ સ્કુલ જ પસંદ કરશે..

પત્નીના અનેક રૂપ જોયા, માતા, બહેન, શિક્ષક, ડોક્ટર, સલાહકાર, અર્થશાસ્ત્રી… આ બધાં જ રૂપો પછી જવાબદારી તો ત્યારે ડબલ થાય છે, કે જ્યારે તે માતા બને છે.
કહેવાય છે ને…

કે જે મસ્તી હોય છે આંખોમાં, તે સુરાલયમાં પણ નથી હોતી… અમીરી કોઈ અંતરની… મહાલયમાં નથી હોતી.. માનવી તું દોટ કાં મૂકે.. પામવાની શીતળતા.. જે મસ્તી હોય છે માની ગોદમાં.. હિમાલયમાં પણ નથી હોતી…

આવી અનેક સ્વરૂપ ધરાવતી, દરેક રૂપમાં પોતાની જવાબદારી નીભાવતી. પોતાના અસ્તિત્વને શુન્ય કરીને કરીને, બધાના વ્યક્તિત્વ વિકસાવતી… હસાવતી, રમાડતી, આનંદ કરાવતી, પત્ની જીવનમાં રંગો ભરતી.

પતિ નો સાચો મિત્ર કહી શકાય તો તે છે “પત્ની.”

તેટલું જ મહત્વ દરેક પત્નીને પોતાના પતિ માટે હોય છે… અને હવે તમે જ જણાવો કે કેમ તમારા પતિ તમારી માટે બેસ્ટ ફ્રેન્ડ છે… કોમેન્ટ કરો… અને say thank you to each other for giving best life and lifetime support without expectation….

નિરાલી હષિૅત

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.