ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે લોકો ખુબ મહેનત કરતા હોય છે. છતાં પણ તેઓને તે વસ્તુ નથી મળતી, જેની શોધ માટે તેઓ આટલી બધી મહેનત કરે છે.એવામાં તમે અમુક વાસ્તુટિપ્સને અપનાવીને તમે તમારા ઘરમાં યશ અને વૈભવનો યોગ બનાવી શકો છો. તેના માટે તમારે બસ માત્ર રસોડામાં ઉપલબ્ધ કાળી મરી(તીખા,બ્લેક પેપર)નો ઉપીયોગ કરવાનો રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તીખાના અમુક એવા જ ઉપાયો જણાવ્યા છે જેનાથી તમે તમારા પ્રેમને પણ મેળવી શકો છો.

1.જે લોકો પોતાનો પ્રેમ મેળવવા માંગે છે તેઓએ રવિવારના દિવસે પાંચ તીખાના દાણા લઈને કોઈ સુનસાન જગ્યા કે નદી પાસે જવું જોઈએ.ત્યાં તમારે દાણાને પોતાના માથા પરથી 21 વાર ઉતારીને ચાર દાણાને એક-એક કરીને અલગ અલગદિશાઓમાં ફેંકી દો.હવે છેલ્લા વધેલા તીખા(મરી,બ્લેક પેપર)ના દાણાને હવામાં ઉછાળીને ફેંકો આ દરમિયાન તમારે તમારા પ્રેમી કે પ્રેમિકાને યાદ કરવાનું રહેશે જેનાથી તે તમારી પાસે આવી જશે.
2.જો તમારું કામ વારંવાર બગડી રહ્યું છે તો ઘરેથી નીકળતી વખતે મુખ્ય દરવાજા પર થોડા મરીના દાણા રાખો અને તેના પર પગ રાખીને પછી જ ઘરની બહાર નીકળો. આવું કરવાથી તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે.

3.જો કોઈની ખરાબ નજર લાગી ગઈ છે કે પછી કામમાં બાધાઓ આવી રહી છે તો ઘરના એક ખૂણામાં દીવો કરો અને તેમાં મરીના સાત થી આઠ દાણા નાખી દો,તેનાથી નજર દોષ હંમેશાને માટે દૂર થઇ જશે.
4. જે લોકોના કામ બનતા બનતા બગડી જાય છે તેઓએ એક લીંબુની અંદર લવિંગ નાખીને હનુમાનજીની પાસે રાખવું જોઈએ. આ સિવાય સાથે મરીના દાણા પણ રાખવા જોઈએ.જેનાથી હનુમાનજી તમારા દરેક કષ્ટ દૂર કરી દેશે.

5. પોતાના ભાગ્યને ચમકાવવા માટે કપૂરની સાથે થોડા મરીના દાણાને સળગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાની તમારા પર કોઈ જ અસર થશે નહિ, તેનાથી તમારા ભાગ્યનો પણ સાથ મળશે.
6.મરીના દાણાથી શનિદોષ પણ દૂર કરી શકાય છે. એક કાળા કપડામાં મરીના દાણા અને અમુક રૂપિયા રાખીને પોટલી બાંધી દો અને પોટલીને કોઈને દાનમાં આપી દો, જલ્દી જ તમને અસર દેખાવા લાગશે.

7. નોકરીમાં પ્રમોશન માટે શનિવારના દિવસે કોઈ શનિ મંદિરમાં રાઈનું તેલ અને મરીના દાણાનું દાન કરો. તેનાથી તમારી ગ્રહ દશા યોગ્ય બનશે અને તમને સફળતા મળશે.

8. અચાનક ધનપ્રાપ્તિ માટે મરીના પાંચ દાણા લઈને પોતાના માથા પર ફેરવીને ચાર રસ્તા પર જઈને ચાર દિશામાં ફેંકી દો અને પાંચમો દાણો આકાશમાં ફેંકો. હવે પાછળ જોયા વગર ઘરે પાછા આવી જાવ તેનાથી ધનની પ્રાપ્તિ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks