રસોઈ

બિસ્કિટ ભાખરી એક નવા સ્વાદમાં, સવારે નાસ્તા માટે છે બેસ્ટ, ઘરે જરૂરથી બનાવજો

બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આ ભાખરીને તમે 2-3 દિવસ સુધી સ્ટોર કરીને પણ ખાઈ શકો છો. આજે તમારી માટે હાજર છે આ બિસ્કિટ ભાખરી બનાવવાની રેસિપી, આ ભાખરી બનાવવાની ખૂબ જ સરળ રીત છે. આ કોઈ પણ બનાવી શકે છે અને એને બનાવવા માટેની બધી જ સામગ્રી સામાન્ય રીતે બધા જ ઘરમાં હાજર હોય છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘઉંનો કકરો લોટ 1 કપ
  • લાલ મરચું 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ધાણા ઝીરું 1/2 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • ઝીરું 1/4 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • તલ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • મેથીની ભાજી 1 કપ
  • ધાણા 3 ચમચી
  • પાણી 1 કપ
  • ઘી 2 ચમચી

રીત

સૌપ્રથમ ભાખરીનો કઠણ લોટ બાંધી લો લોટ બાંધતી વખતે મરચું મસાલા એડ કરી મેથી ભાજી ધાણા એડ કરી મિક્સ કરી લો અને કઠણ લોટ બાંધી લો પછી એને થોડી વાર રેસ્ટ આપો પછી એને વણી લો અને ગેસ પર તવી મૂકી ગરમ કરી લો અને શેકી લો પહેલા તેલ કે ઘી વગર પ્રેસ કરી શેકી લો પછી ઘી લગાવી ફરી શેકી લો શેકાય જાય એટલે ગરમ ગરમ ચા સાથે સર્વ કરો તૈયાર છે બિસ્કિટ ભાખરી જરૂરથી બનાવજો

બિસ્કિટ ભાખરી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.