બોલિવુડના જાણિતા કોમેડી એક્ટરનું થયુ નિધન, 500થી પણ વધારે ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

‘શોલે’ ‘મેરા નામ જોકર’ ફેમ સતિંદર ખોસલાનું નિધન, બીરબલના નામથી હતા ફેમસ, 500થી પણ વધારે ફિલ્મોમાં કર્યુ છે કામ

જાણિતા કોમેડિયન બીરબલનું મુંબઇમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

Famous actor Birbal passes away: બોલિવૂડના મશહૂર કોમેડી અભિનેતા બીરબલ ખોસલાનું નિધન થઇ ગયુ છે. 12 સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 5:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 84 વર્ષની હતી. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેઓ ઘણી શાનદાર ફિલ્મોમાં કોમિક રોલ માટે જાણીતા હતા.

સતિંદર ખોસલાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. સતીન્દર કુમાર ખોસલા ફિલ્મ જગતમાં બિરબલ ખોસલા તરીકે પ્રખ્યાત હતા. તેમણે 1967માં ‘ઉપકાર’ સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષાની ફિલ્મો સહિત લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મ કારકિર્દીમાં ઘણા મોટા કલાકારો સાથે કર્યુ છે કામ
બિરબલે ‘મેરા ગાંવ મેરા દેશ’ (1971), ‘શોલે’ (1975), ‘તપસ્યા’ (1976), ‘સદમા’ (1983), ‘દિલ’ (1990) અને ‘ફિર કભી’ (2008) જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે મનોજ કુમાર, રાજેશ ખન્ના, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, મુમતાઝ વગેરે જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

Shah Jina