ગુજરાતના કોમેડી કિંગ અને ગુજ્જુભાઈના હુલામણા નામથી જાણીતા એવા સિદ્ધાર્થ રાંદેરિયાની નવી નક્કોર ફિલ્મ “હું અને તું” જોવાના પાંચ કારણો

શું તમે સિદ્ધાર્થ રાંદેરિયાની આવેલી ફિલ્મ  “હું અને તું” જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ? તો વાંચો ફિલ્મનો સચોટ રીવ્યુ, હસાવી હસાવીને બઠ્ઠા વાળી દેનારી આ ફિલ્મ જોવાના પાંચ કારણો

5 Reasons to Watch “HU ane TU” Movie : ગુજરાતી ફિલ્મો આજે વિશ્વફલક પર છવાઈ છે અને આ ફિલ્મો સારી એવી કમાણી પણ કરી રહી છે. ત્યારે ઘણા કલાકારો પણ એવા છે જેમની ફિલ્મો જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટર સુધી જતા હોય છે. આવા જ એક અભિનેતા છે સિદ્ધાર્થ રાંદેરિયા. તેમની કોમેડી એટલી જબરદસ્ત હોય છે કે દર્શકોને આખી ફિલ્મ દરમિયાન પેટ પકડીને હસવાના ઘણા બધા મોકા મળતા હોય છે. ત્યારે હાલમાં જ તેમની એક નવી નક્કોર ફિલ્મ “હું અને તું” પણ આવી ગઈ છે. તો આ ફિલ્મ શા કારણે જોવી તેના પાંચ કારણ અમે તમને જણાવીશું.

1. સિદ્ધાર્થ રાંદેરીયાનો રમુજી અંદાજ :

ગુજરાતના કોમેડી કિંગ અને હંમેશા દર્શકોને પેટ પકડીને હસાવવાનું કામ કરતા સિદ્ધાર્થ રાંદેરીયાનો જાદુ “હું અને તું” ફિલ્મમાં પણ એવો જ છવાયો છે. એમની કોમિક ટાઇમિંગ દિલ જીતી લે છે.

2. દિલ જીતી લેનારું કાસ્ટિંગ :

સિદ્ધાર્થ રાંદેરીયા ઉપરાંત આ ફિલ્મમાં સોનાલી લેલે દેસાઈ, પરીક્ષિત તામલિયા અને પૂજા જોશી છે. જેઓ પોતાના સુંદર અભિનય દ્વારા દર્શકોને મોજ કરાવી દેશે એની 100% ગેરેન્ટી.

3. જબરદસ્ત દિગ્દર્શન :

“હું અને તું” ફિલ્મને મનન સાગર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તેમને ફિલ્મી ક્ષેત્રમાં પોતાના અનુભવનો નિચોડ આ ફિલ્મમાં આપ્યો છે અને એ ફિલ્મ જોતા જ સ્પષ્ટ તરી આવે છે ! આ ફિલ્મમાં તેમણે એક હૃદયસ્પર્શી વાત કહેવાની સાથે સાથે જબરદસ્ત કૉમેડીનું પણ નિરૂપણ કર્યું છે !

4. ફિલ્મની વાર્તા :

“હું અને તું” ફિલ્મની વાર્તા એક બાપ દીકરા પર આધારિત છે. એક પિતા અને પુત્રની સફરને આ ફિલ્મમાં ખૂબ જ ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજિંદા જીવનમાં આવતી રમુજી વાતોને પણ ખૂબ જ હળવાશથી લેવામાં આવી છે, જેના કારણે ફિલ્મ જોઈ રહેલા દર્શકોને હસવાનો ખૂબ મોકો મળશે અને હળવા ફૂલ થઈ જશે.

5. ફિલ્મના દૃશ્યો અને સંગીત :

આ ફિલ્મની અંદર અમદાવાદ અને દિવના અદભુત સ્થાનો દૃશ્યમાન થાય છે. આ દૃશ્યો જાણે આપણા પરિચિત હોય તેમ જ લાગે. સાથે જ ફિલ્મમાં સંગીત કેદાર-ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યું છે તે પણ ખૂબ જ મોહક છે .

જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને કેવી લાગી એ અમને પણ જણાવજો. અમને તો આ ફિલ્મ ખુબ જ પસંદ આવી છે અને એટલે જ ગુજ્જુરોક્સ તરફથી આ ફિલ્મને અમે 4.5 સ્ટાર આપીએ છીએ. જુઓ ફિલ્મનું ટ્રેલર:

Niraj Patel