તમે જેલ જેવા કેફે વિશે સાંભળ્યું હશે, પરંતુ જેલ એપાર્ટમેન્ટ વિશે સાંભળ્યુ છે ? જી હાં, યુકેમાં એક એપાર્ટમેન્ટ પ્રકાશમાં આવ્યું છે જેમાં જેલ બનેલી છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટના ભાડા અંગે પણ માહિતી સામે આવી છે. તેનું ભાડું 77 હજાર રૂપિયા પ્રતિ માસથી વધુ છે. રીપોર્ટ્સ મુજબ વર્ષ 2017માં પોલીસ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું, જે બાદ ત્યાં ઘણા ફ્લેટ્સ બનાવવામાં આવ્યા.
ફ્લેટ ડિઝાઇન કરનાર આર્કિટેક્ટે દરેક ફ્લેટમાં જેલ જાળવવાનું નક્કી કર્યું. જેનું ભાડું 77 હજાર 187 રૂપિયા પ્રતિ માસ છે. ત્યારે હાલમાં આ પ્રોપર્ટી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર તેને બનાવનાર આર્કિટેક્ટે કહ્યું કે આ પ્રોપર્ટી એક શાનદાર અને અસામાન્ય અવસર છે. ફ્લેટમાં આધુનિક ફ્લોરિંગ સહિતની તમામ સુવિધાઓ છે.
બિગ બોસ કે લોકઅપ જેવા ટીવી શોના ચાહકો હોય કે પછી ઘરમાં એક અલગ લેવલની મસ્તી ઈચ્છતા લોકો હોય, યુકેના આ ફ્લેટને જોઈને દરેક જણ ચોંકી જશે. બ્રિટનમાં જેલ અથવા કાલ કોઠરીવાળો એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ દર મહિને 750 પાઉન્ડ (રૂ.77,187)ના ભાડા પર લિસ્ટેડ થયા પછી વાયરલ થઇ રહ્યો છે.
આ અનોખી પ્રોપર્ટીની જાહેરાતે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. ઇન્ટરનેટ પર લોકો આના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે, ફ્લેટમાં આધુનિક ફ્લોરિંગ, રસોડું અને વૉશરૂમ સહિતની તમામ જરૂરી સુવિધાઓ છે. એક યુઝરે લખ્યુ- તે આ અનોખા ઘરને ખરીદવા માટે ઉત્સાહી છે.
જ્યારે અન્ય એકે લખ્યું, બાળકો તોફાન કરે ત્યારે આ ઉપયોગી સાબિત થશે. બીજાએ લખ્યુ- હું કેટલાક લોકોને જાણું છું જેઓ આ માટે વધારાની ચૂકવણી કરશે. જ્યારે અન્ય એકે લખ્યું, એક સુંદર ઘર, હું તેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે પણ કરી શકીશ. હું તેમાં ઘણા છોડ અને ચડતી વેલ લગાવીશ.
Obsessed that the old Dudley police station has been converted to studio flats, and for one of the advertised lettings they’ve kept the holding cell as a “feature”. pic.twitter.com/RcIeZdomWg
— Liam (@L4nkyLi4m) April 21, 2024