વિદેશી કપલ સાથે આ ઓટો ડ્રાઇવરે કરી એવી રીતે છેતરપિંડી કે લોકો પણ રહી ગયા હેરાન…વાયરલ થયો વીડિયો

‘અરે ભાઇ, આ તો પ્રોફેશનલ ઠગ છે…’ ઓટોવાળાએ હાથની સફાઇથી પેસેન્જર પાસેથી લૂંટ્યા બેગણા પૈસા- જુઓ વીડિયો

Auto Driver Scam : દેશ અને દુનિયામાં આસાનીથી લૂંટ ચલાવનારા લોકોની કમી નથી. ઘણી વખત એવું જોવા મળે છે કે દુકાનો અથવા ઓટો કે ટેક્સી ચલાવતા લોકો માહિતીના અભાવ અથવા સામાનની સાચી કિંમત વિશે જાણકારીના અભાવને કારણે વિદેશી પ્રવાસીઓને ખરાબ રીતે છેતરે છે. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો, એક બાંગ્લાદેશી બ્લોગર કપલ ભારત આવ્યું અને તેમણે બેંગલુરુની મુલાકાત લીધી. આ સમયે તેમની સાથે જે બન્યું તે ખૂબ જ વિચિત્ર હતું.

છેતરપિંડી કેમેરામાં થઇ કેદ
જો તેમની સાથે જે બન્યું તે કેમેરામાં કેદ ન થયું હોત, તો છેતરપિંડી સાબિત કરવી લગભગ અશક્ય બની જતી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ કપલ વ્લોગિંગ માટે બેંગલુરુ પહોંચ્યું છે અને તેઓ આખા રસ્તા પર કેમેરો ચાલુ જ રાખે છે. ઓટોમાંથી ઉતરતી વખતે પણ તેમનો કેમેરો ચાલુ હતો પણ કદાચ ઓટો ચાલકને આની જાણ નહોતી.

વાત કરતી વખતે કરી હાથની સફાઇ
વીડિયોમાં જોવા મળે છે કે કપલ ઓટો ડ્રાઈવરને 500 રૂપિયાની નોટ આપે છે અને બીજા પૈસા પાછા લેવાની રાહ જુએ છે. ઓટો ડ્રાઈવર તેમનું ધ્યાન હટાવવા માટે સતત તેમની સાથે વાત કરી રહ્યો છે અને આ દરમિયાન તે ખૂબ જ સમજદારીથી 500 રૂપિયાની નોટને પોતાની સ્લીવમાં છુપાવે છે,

અને 100 રૂપિયાની નોટ પોતાના હાથમાં લઈ લે છે અને જાણે મુસાફરે તેને 100 રૂપિયાની નોટ આપી હોય તેવો ડોળ કરે છે. કપલ પૂછે છે કે ઓહ મેં કેટલા આપ્યા, તો ઓટો ડ્રાઈવર 100 રૂપિયાની નોટ બતાવે છે, અને તેઓ 100ની નોટ પાછી લઈ 500 રૂપિયાની નોટ આપે છે.

ચતુરાઈથી ડબલ પૈસા લીધા
ઓટો ડ્રાઈવર ખૂબ જ ચતુરાઈથી આ કપલ પાસેથી બમણા પૈસા વસૂલે છે. બાદમાં જ્યારે દંપતીએ વીડિયો જોયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જ્યારે તેમણે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, ત્યારે સદાશિવનગર ટ્રાફિક પોલીસે તેની નોંધ લીધી અને પોલીસે ઓટો ચાલકની ઓળખ કરી તેને પકડી લીધો.

‘ભાઈ, આ તો પ્રોફેશનલ ઠગ છે
જ્યારે આ વીડિયો વાયરલ થયો તો લોકોએ તેના પર ઘણી કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું- ‘ભાઈ, આ તો પ્રોફેશનલ ઠગ છે…’. બીજાએ લખ્યું – તે ચોક્કસપણે જાદુગર છે, આશ્ચર્ય છે કે તેણે કેટલા લોકોને છેતર્યા હશે. એક યુઝરે લખ્યું- તેનો મુખ્ય ધંધો લૂંટનો લાગે છે.

Shah Jina