મુંબઇમાં કરોડોના લગ્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે ‘જવાન’ અને ‘દંગલ’ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા

આમિરની દંગલ ગર્લ શાહરૂખ ખાનની જવાનમાં ચમકી, કરોડોના ઘરની છે માલકીન

કરોડોના ઘરની માલકિન છે ‘જવાન’ અને ‘દંગલ’ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા, જુઓ તસવીરો

સાન્યા મલ્હોત્રા જેણે પોતાની પહેલી જ ફિલ્મ ‘દંગલ’થી પોતાની અભિનય શક્તિ સાબિત કરી દીધી, તેણે તેની ટૂંકી કારકિર્દીમાં દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દંગલ એક્ટ્રેસ શાહરૂખની ફિલ્મ ‘જવાન’માં મહત્વની ભૂમિકામાં જોવા મળી છે. તમને જણાવી દઇએ કે,’દંગલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સાન્યા મલ્હોત્રાએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અનોખું સ્થાન બનાવી લીધું છે.

તે મુંબઈમાં એક આલીશાન અને લગ્ઝરી ઘરમાં રહે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સાન્યા મલ્હોત્રાનું આ ઘર જુહુ વર્સોવા લિંક રોડ પર સ્થિત બેવ્યૂ બિલ્ડિંગમાં છે. આ ઘર માટે અંદાજે રૂ. 71.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. આ ફ્લેટની કિંમત 14.3 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા હ્રતિક રોશનના આ જ બિલ્ડિંગમાં બે ઘર છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

હૃતિક રોશનનો આ એપાર્ટમેન્ટ 38,000 સ્ક્વેર ફૂટનો છે જેમાં 6,500 સ્ક્વેર ફૂટનું ઓપન ટેરેસ છે. આ સિવાય હ્રતિક રોશન પાસે આ બિલ્ડિંગમાં 10 પાર્કિંગ સ્લોટ પણ છે. અભિનેતાનું ઘર બિલ્ડિંગના 14માં અને 15માં માળે છે. સાન્યા મલ્હોત્રાએ વર્ષ 2018માં એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યો હતો અને મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘હવે આ શહેર મારું ઘર બની ગયું છે.

તે સલામત છે અને આ શહેરે મને એકલા ઊભા રહેવાનું શીખવ્યું છે અને મને શાંત વ્યક્તિ બનાવી છે. મારો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેઓ અવારનવાર મને મળવા આવે છે. પરંતુ હું છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં છું અને આ શહેરે મને ઘણું આપ્યું છે. સાન્યાએ આગળ કહ્યું, ‘આ ઘર ખરીદતા પહેલા હું એક બેડરૂમના ઘરમાં રહેતી હતી. નવું ઘર ખરીદવાનું મારું મુખ્ય કારણ એ હતું કે મારો પરિવાર જ્યારે પણ મને દિલ્હીથી મુંબઈ મળવા આવે ત્યારે તેઓ આરામથી જીવી શકે.

અગાઉ હું ફાઇનાન્સ વિશે થોડું વિચારતી, પરંતુ મારા પિતાએ મને સૂચન કર્યું કે ભાડા પરનું ઘર જોવાને બદલે મારે મારું પોતાનું ઘર ખરીદવું જોઈએ. હું મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગુ છું, તેથી મેં મારું પોતાનું મોટું ઘર ખરીદ્યું. 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સાન્યા મલ્હોત્રા ઘણીવાર લાઈમલાઈટનો હિસ્સો રહે છે.

જો સાન્યાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે દંગલમાં બબીતાના રોલમાં જોવા મળી હતી. તે ફિલ્મથી તેને સારી લોકપ્રિયતા મળી, ત્યારબાદ તેણે બીજી ઘણી ફિલ્મો કરી. સાન્યા પંકજ ત્રિપાઠીની ફિલ્મ લુડોમાં પણ જોવા મળી હતી.

Shah Jina