શાહરૂખની જવાન જોયા પછી ટિકિટના પૈસા પાછા માગવા લાગ્યા લોકો, લાગી લાંબી લાઇન, પણ કેમ ?

કેમ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોયા બાદ લોકો પોતાના પૈસા માગી રહ્યા છે પાછા ? જાણો કારણ

‘જવાન’ જોવા ગયેલ શાહરૂખ ખાનના ચાહકો ઇન્ટરવલમાં જ માગવા લાગ્યા રિફંડ, બોલ્યા- પહેલીવાર થયો આવો દગો

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો થિયેટરમાં રિફંડ માગતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો ફિલ્મ સારી છે તો લોકો શા માટે પૈસા પાછા માંગી રહ્યા છે? તેની પાછળનું કારણ એ છે કે થિયેટરે પહેલા ભાગને બદલે ફિલ્મનો બીજો ભાગ પ્લે કરી દીધો હતો. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ રોષે ભરાયા હતા.

લોકો મેનેજમેન્ટ પાસે ગયા અને રિફંડ માંગવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એવું સાંભળી શકાય છે કે ફિલ્મ માત્ર એક કલાક અને દસ મિનિટમાં જ પૂરી થઈ ગઈ.સહર રાશિદ નામના એકાઉન્ટથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે કહે છે કે જ્યારે સ્ક્રીન પર ઇન્ટરવલની સાઇન જોઇ તો લોકો કન્ફ્યુઝ થઇ ગયા. તે સમજી નહોતા શક્તા કે આવું કેમ દેખાઇ રહ્યુ છે.

પછી તે જણાવે છે કે જ્યારે દર્શકોને થિયેટરની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેઓ પૈસા પાછા માંગવા મેનેજમેન્ટ પાસે ગયા. સહરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે તેની સાથે આ જીવનમાં પહેલીવાર થઈ રહ્યું છે. આ પોસ્ટ 9 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે.

વીડિયો બાદ કોમેન્ટ કરીને લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એકે કમેન્ટ કરી, ‘આ ભારતમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે, અને તેને બરબાદ કરવા માટે તેના પર મુકદમો કરો, જેનું રિફંડ એ અનુભવના બરાબર નથી. અન્ય એક યુઝરે કહ્યું, ‘દુખ થાય છે, પણ મજેદાર પણ છે.’ એક અન્ય યુઝરે કહ્યું, ‘આ એટલું જ દુઃખદ છે જેટલું રમુજી છે.’

Shah Jina