પાકિસ્તાની રિપોર્ટર સામે એક વ્યક્તિ ક્હેવા લાગ્યો ભારતને પોતાનું દુશ્મન, પછી પાકિસ્તાની રિપોર્ટરે આપ્યો એવો જવાબ કે સાંભળીને હેરાન રહી જશો, જુઓ વીડિયો
Pakistani reporter’s reply : ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ હંમેશા ચાલતું જ રહે છે. સોશિયલ મીડિયામાં પણ તેના લઈને ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મોટાભાગે તમે લોકોને પાકિસ્તાનમાંથી ભારત વિરુદ્ધ ખરાબ બોલતા તો જોયા જશે. પરંતુ આ વીડિયો અલગ છે.
“ભારત આપણું દુશ્મન છે !”
આ વાયરલ વીડિયોમાં રિપોર્ટમાં એક પાકિસ્તાની વ્યક્તિને ભારત વિશે સવાલો પૂછવામાં આવ્યા છે. તેના જવાબમાં તે વ્યક્તિ એવી વાતો કહે છે જેના પછી રિપોર્ટર તેની બોલતી બંધ કરી દે છે. તે વીડિયોમાં કહે છે, ‘ભારત અમારો દુશ્મન છે.’ તેના પર રિપોર્ટર કહે છે કે આપણે જાણી જોઈને ભારતને દુશ્મન બનાવ્યું છે, તે દુશ્મન નથી. વ્યક્તિ કહે છે કે તમને ખબર નથી, એ દરેક બાબતમાં દુશ્મન છો.
પત્રકારે કરી બોલતી બંધ :
આના પર પત્રકાર વારંવાર પૂછે છે કે તે કેવો દુશ્મન છે? તે વ્યક્તિની બોલતી બંધ કરવા માટે રિપોર્ટર કહે છે, “આપણી રોટલી બંધ કરી દીધી છે ? પછી તે વ્યક્તિ કહે છે, “કાશ્મીરમાં શું કરી રહ્યા છે ?” તેના પર રિપોર્ટર કહે છે કે “કાશ્મીર (POK) પર જુલ્મ તો આપણે કરી રહ્યા હ્ચે. ના ત્યાં કોઈ તાલીમ છે, ના સ્કૂલ છે ના એજ્યુકેશન છે. આ જુલ્મ નથી તો શું છે ?”
Stumped 🔥🙌
— Rishi Bagree (@rishibagree) September 11, 2023
પાકિસ્તાનના કાશ્મીરમાં ફક્ત ગધેડા છે :
આ માટે પણ વ્યક્તિ ભારતને દોષ આપવા લાગે છે. આના પર રિપોર્ટર કહે છે, ‘તમે તેમને ઓળખો છો? મહત્તમ તબીબી યુનિવર્સિટીઓ કાશ્મીર (કાશ્મીર, ભારત) માં છે. વિશ્વનો સૌથી મોટો પુલ કાશ્મીરમાં છે. રેલવે સ્ટેશન કાશ્મીરમાં છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાશ્મીરમાં છે. તમે શેના વિશે વાત કરી રહ્યા છો?’ આ પછી તે વ્યક્તિ કહે છે, ‘હું સમજું છું, આ બધું કાશ્મીરમાં નથી ને?’ રિપોર્ટર કહે છે, ‘તે કાશ્મીર, ભારતમાં છે અને અમારી પાસે અહીં ગધેડા સિવાય કંઈ નથી.’