આ વ્યક્તિએ પાર કરી બધી હદ, લાઇવ રીપોર્ટિંગ કરી રહી હતી મહિલા ત્યારે જ પાછળથી આવી કરી ગંદી હરકત- જુઓ વીડિયો

લાઇવ રીપોર્ટિંગ દરમિયાન મહિલા જર્નલિસ્ટ સાથે છેડછાડ, ઓન કેમેરા કરી ગંદી હરકત, સામે આવ્યો વીડિયો

Isa Balado Molestation: લગભગ દરરોજ વિશ્વભરમાં સેંકડો મહિલાઓ કોઈને કોઈ રીતે જાતીય સતામણી અને છેડતીનો શિકાર બનતી હોય છે. આ ઘટનાઓ સામે કડક કાર્યવાહી કર્યા બાદ પણ કેટલાક લોકો તેમની હરકતથી બાજ નથી આવતા અને ઘણીવાર જાહેરમાં પણ આવા જઘન્ય કૃત્યોને અંજામ આપે છે.

લાઇવ રીપોર્ટિંગ દરમિયાન મહિલા જર્નલિસ્ટ સાથે છેડછાડ
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકાર સાથે અશ્લીલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. તે સ્ટુડિયોમાં બેઠેલી એન્કરના સવાલોના જવાબ આપી રહી હતી ત્યારે જ મહિલા રિપોર્ટરની પાછળથી એક માણસ આવે છે અને હિપ્સ પર હાથ મારે છે અને ત્યાંથી જતો રહે છે.

ઓન કેમેરા કરી ગંદી હરકત
આ ઘટના પછી મહિલા થોડી અસહજ થઈ જાય છે. જો કે તે રિપોર્ટિંગ ચાલુ રાખે છે. તે એવું વર્તન કરે છે કે જાણે તેને કંઈ થયું જ નથી. પરંતુ એન્કરને આ બધું સારું લાગ્યું નહિ અને તેણે મહિલા પત્રકારને પૂછ્યુ કે શું તે માણસે તમને અભદ્ર રીતે સ્પર્શ કર્યો હતો ? આ પ્રશ્નના જવાબમાં મહિલાએ હા પાડી. આ પછી એન્કર પત્રકારને નજીકમાં ઉભેલા પુરુષ સાથે વાત કરવાનું કહે છે, જેથી તેની ઓળખ જાણી શકાય. આ પછી મહિલા પુરુષ સાથે વાત કરે છે અને તેના કાર્યો પર સવાલ ઉઠાવે છે.

વીડિયો થયો વાયરલ, પોલિસે કરી ધરપકડ
જો કે, તે વ્યક્તિ એ વાતનો ઇનકાર કરે છે કે તેણે કંઈ ગંદું કર્યું છે. તેને પોતાના કૃત્યો પર જરાય શરમ નહોતી. તે કેમેરા સામે હસતો જોવા મળ્યો. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે છેડતી કરનારની ધરપકડ કરી હતી. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે પોલીસ અધિકારીઓ તેને પકડીને લઈ જતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, આ વાયરલ વીડિયો સ્પેનનો હોવાનું કહેવાય છે.

Shah Jina