સુરતની ફેકટરીમાં આ રીતે બને છે પાણીપુરીની પુરી, બનાવતા જોઈને લોકોના પણ હોશ ઉડ્યા, કોમેન્ટમાં કહી એવી એવી વાતો કે… જુઓ વીડિયો
Panipuri Factory Video : પાણીપુરી ખાવી તો મોટાભાગના લોકોને પસંદ હોય છે અને તેમાં પણ ખાસ મહિલાઓ અને છોકરીઓને તો પાણીપુરી ખાવાનો નશો હોય છે. ત્યાં ક્યાંય પણ જાય પાણીપુરી તો અવશ્ય ખાય જ. ત્યારે ઘણા લોકો આજે પોતાના ઘરે જ પાણીપુરી બનાવતા હોય છે અને બજારમાંથી તૈયારી પુરીના પેકેટ પણ લઇ આવતા હોય છે. ત્યારે ઘણા લોકોને એ ખબર જ નથી કે તેમને ક્રન્ચી લાગતી આ પાણીપુરી કેવી રીતે તૈયાર થાય છે, હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની પુરી કેવી રીતે બને છે તે બતાવ્યું છે.
ઓટોમેટિક થાય છે પુરી તૈયાર :
ફૂડ વ્લોગરે શેર કરેલ આ વિડિયો ગુજરાતના સુરતની એક ફેક્ટરીમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોની શરૂઆત એક મોટા મશીનમાં લોટ પડવાથી થાય છે. કોઈએ લોટની આખી કોથળી અને એટલું જ પાણી એક મોટા પાત્રમાં નાખ્યું, લોટ બાંધ્યો અને પછી તેને સપાટ શીટમાં ફોલ્ડ કર્યો. તમને જણાવી દઈએ કે આ બધુ કામ કોઈ માણસે નથી કર્યું પરંતુ આ સમગ્ર પ્રક્રિયા મશીન દ્વારા કરવામાં આવી હતી. આ પછી, આ લોટને એક મોટી ચપટી ચાદર પર પાથરીને પછી ગોળ પાણીપુરી તૈયાર કરવામાં આવે છે.
સ્વચ્છતાનું રાખ્યું ધ્યાન :
બારીક કપાયેલ પુરી તૈયાર થઈ જાય પછી, તેને મોટા ફ્રાયરમાં તળવામાં આવે છે અને ચાલતી ટ્રેમાં નીતરવામાં આવે છે. અંતે આને પેકેટમાં સીલ કરવામાં આવે છે. વિડિયોને લખાણ સાથે શેર કરવામાં આવ્યો હતો, “સૌથી સ્વચ્છ પાણીપુરી.” આ ક્લિપ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે, ઘણા લોકોએ આટલી સ્વચ્છ રીતે પુરી બનાવવા બદલ તેની પ્રશંસા કરી છે.
View this post on Instagram
લોકોને પસંદ આવી પુરી બનાવની આ રીત :
ઘણા વપરાશકર્તાઓએ દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં આ એકમાત્ર ખાદ્ય પાણીપુરી છે, કોઈએ કોમેન્ટ કરીને કહ્યું “ભારતની એકમાત્ર ખાદ્ય પાણીપુરી.” એક યુઝરે તેને “સૌથી સ્વચ્છ પાણીપુરી” ગણાવી. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે ભારતીયોને તેનો સ્વાદ ગમશે નહીં કારણ કે તેઓ ગંદકીથી ટેવાયેલા છે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “ખરો સ્વાદ પરસેવો અને ગંદકીનો છે. પરંતુ ભારતીયોને તે ગમશે નહીં.