હાથીના વાડામાં ઘૂસીને પોતાના બાળક સાથે તસવીરો ક્લિક કરાવી રહ્યો હતો અસ વ્યક્તિ, ત્યારે જ પાછળથી ગુસ્સે થઈને આવ્યો ગજરાજ અને પછી… જુઓ વીડિયોમાં.

પિતાએ પોતાના બાળક સાથે કરી એવી મુર્ખામી કે જીવ જતા જતા રહી ગયો, ગુસ્સે ભરાયેલો હાથી કરી દેવનો હતો કામ તમામ અને ત્યારે જ… જુઓ વીડિયો

Man With Kid Clicking Picture Zoo : લોકો પ્રાણી સંગ્રાલયમાં જાય છે ત્યારે ત્યાં તસવીરો લેવાનું ખુબ જ પસંદ કરતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે પ્રતિબંધિત વિસ્તારમાં જઈને પણ પ્રાણીઓ સાથે તસવીરો લે છે અને ઘણીવાર આવું કરવું જોખમ કારક પણ બની જતું હોય છે, આવી ઘણી ઘટનાઓ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોઈ હશે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ હાથીના વાડામાં પોતાના બાળક સાથે જઈને તસવીરો ક્લિક કરાવે છે.

હાથીના વાડામાં ઘુસ્યો વ્યક્તિ :

પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રાણી સંગ્રહાલયમાં મહત્વના નિયમોને લગતા વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જે દરેકના હિત માટે છે, તેમ છતાં, કેટલાક લોકો તેની અવગણના કરે છે અને પરિણામ વિશે વિચાર્યા વિના જોખમ લેવાની ભૂલ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ફોટો લેવા ખાતર પોતાના બાળકને ખોળામાં લઈને જાનવરના ઘેરામાં ઉભો છે, પરંતુ અચાનક ગુસ્સે ભરાયેલો હાથી તેની પાછળ પાછળથી હુમલો કરવા જઈ રહ્યો છે.

લોકોએ પાડી ચીસો :

આ દરમિયાન વાડાની બહાર ઉભેલા લોકો આ જોઈને ભયથી ચીસો પાડી ઉઠ્યા હતા. આ સમય દરમિયાન, વ્યક્તિ કોઈક રીતે તેના બાળક સાથે વાડામાંથી બહાર નીકળી જાય છે. દરમિયાન, તેના ગભરાટમાં, બાળક તેના હાથમાંથી પડી જાય છે, જે પછી તે તેને ઉપાડીને બહાર જવાની મથામણ કરે છે. આ ચોંકાવનારા વીડિયો @crazyclipsonly નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વાયરલ થયો વીડિયો :

વીડિયો શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે કે, ‘ફાધર ઓફ ધ યર, ઈન્સ્ટાગ્રામ માટે એક શાનદાર તસવીર લઈ રહી છે.’ માત્ર 24 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 72 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે વીડિયોને 9 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. 13 સપ્ટેમ્બરે શેર કરાયેલા આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઝૂમાં એક સામાન્ય દિવસ.’ અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈએ વિચાર્યું કે તે ટારઝન છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘આ ગાંડપણ છે.’

Niraj Patel