ઘરમાં આવેલા વંદાને પકડવાની નીન્જા ટેકનીક, વીડિયો જોઈને તમે પણ કહેશો કે આ તો બહુ કામની વસ્તુ છે, જુઓ

હવે સ્ત્રીઓને નહિ ડરવું પડે વંદાથી, એક દેશી જુગાડથી વંદો તરત પકડાઈ જશે, વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ

Unique way to catch cockroaches : સ્ત્રીઓ અને છોકરીઓને વંદા અને ગરોળીની બીક ખુબ જ લાગતી હોય છે. વંદા કે ગરોળીને જોતા જ તે બુમાબુમ કરી મૂકે છે અને આખું ઘર ગજવી પણ મુકતી હોય છે. ત્યારે ઘણા લોકો ગરોળી અને વંદાને ભગાડવા માટે અવનવા નુસખા પણ આપનાવતા હોય છે, જેમાંથી ઘણા નુસખાઓ કારગર પણ નવેડે છે. પરંતુ તેમ છતાં થોડા સમય પછી ઘરમા ગરોળી કે વંદાઓ આવી જ જતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેના દ્વારા તમે વંદાને એકદમ સરળતાથી પકડી શકશો.

અનોખી રીતે પકડ્યો વંદો :

તાજેતરમાં, એક વ્યક્તિએ કોઈપણ દવાનો ઉપયોગ કર્યા વિના માત્ર ટીશ્યુ પેપર વડે સરળતાથી વંદો પકડ્યો. આ વીડિયો જોઈ રહેલા સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્રિકને એકદમ અનોખી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં વંદો પકડવા માટે એક વિચિત્ર યુક્તિ અપનાવી હતી. કોકરોચને દિવાલ પર સરકતો જોઈને તેણે કોઈક રીતે તેને પકડવાનો પ્રયત્ન કર્યો.

ટીશ્યુ પેપરનો કર્યો ઉપયોગ :

આ માટે તેણે પહેલા કેટલાક ટિશ્યુ પેપર લીધા. પછી તેણે તેમને પાણીમાં પલાળી દીધા. પછી તેણે તેમને પોતાના હાથમાં લીધા અને દિવાલ પરના કોકરોચને નિશાન બનાવ્યા. ભીનું ટીશ્યુ પેપર વંદો સાથે દીવાલ પર ચોંટી ગયું. આ રીતે વ્યક્તિએ સરળતાથી વંદો પકડીને બહાર છોડી દીધો. વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

લોકોને પસંદ આવ્યો જુગાડ :

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે, “બેકિંગ સોડા, કેરોસીન, પેપરમિન્ટ ઓઈલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો વધુ સારું છે.” અન્ય લોકો આ ટ્રીકને સૌથી અનોખી ગણાવી રહ્યા છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 68 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel