લોખંડના ભારે ભરખમ ગેસના બોટલને ઉઠાવવા માટે આ ભાઈએ કર્યો એવો દેશી જુગાડ કે લોકો બોલ્યા… “સસ્તામાં કમાલની વસ્તુ બનાવી દીધો..” જુઓ વીડિયો

શું તમે પણ ગેસનો ભારેભરખમ સિલિન્ડર ઊંચકીને થાકી જાવ છો ? તો આ ભાઈએ શોધી કાઢ્યું એનું સમાધાન, હવે નાનું બાળક પણ સરળતાથી લઇ આવશે ગેસનો બાટલો, જુઓ વીડિયો

Jugaad To Lift Gas Cylinder : આજના સમયમાં દરેક ઘરમાં એલપીજી ગેસ સિલેન્ડર જોવા મળે છે. જો કે ઘણી જગ્યાએ હવે ગેસ લાઈન પણ આવી ગઈ છે તે છતાં પણ આજે ઘણા ઘરોમાં લાઈન ના પહોંચવાના કારણે સિલિન્ડર જ વાપરવામાં આવે છે. LPG સિલિન્ડર એટલું ભારે છે કે તેને ઉપાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કેટલાક લોકો સિલિન્ડરને જમીન પર મૂકે છે અને તેને લાત મારે છે, જ્યારે કેટલાક તેને હાથથી પકડીને રસોડામાં ગોળ-ગોળ ફેરવે છે.

ગેસનો બાટલો  ઉઠાવવાનો જુગાડ :

આવું કરવાને કારણે ક્યારેક ફ્લોરને પણ નુકસાન થાય છે. તેથી જ એક વ્યક્તિએ સિલિન્ડર ઉપાડવા માટે એવી ‘શોધ’ કરી છે કે તમે કહેશો – જરૂરિયાત શોધની જનની છે! વાસ્તવમાં, એક લોખંડના સળિયા અને પ્લાસ્ટિકના બે નાના પૈડાની મદદથી વ્યક્તિએ એવું ઉપકરણ બનાવ્યું છે કે વૃદ્ધ હોય કે યુવાન દરેક વ્યક્તિ સરળતાથી સિલિન્ડર ઉપાડી શકે છે.

લોકોને પસંદ આવ્યો વીડિયો :

વાયરલ ક્લિપમાં વ્યક્તિ આ ઉપકરણની મદદથી સિલિન્ડર ઉપાડતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @agrwalpravesh દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને ઈન્ટરનેટ પબ્લિક દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં વાયરલ ક્લિપને 2 કરોડ 40 લાખ વ્યૂઝ અને 8 લાખ 85 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by pravesh agrwal (@agrwalpravesh)

જુઓ શું કહ્યું યુઝર્સે :

આ ઉપરાંત એક હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. મોટાભાગના યુઝર્સે આ માણસની યુક્તિની પ્રશંસા કરી છે, તો કેટલાક યુઝર્સ એવા પણ છે જેમને મજાક રમૂજી લાગી રહી છે. જેમ કે એક યુઝરે લખ્યું કે બીજા માળે જવું પડ્યું..! હવે મારે શું કરવું જોઈએ? આના પર એક યુઝરે જવાબ આપ્યો અને લખ્યું- રબરના મોટા પૈડા ઉમેરો… ત્યારબાદ તે સીડીઓ પણ ચઢી જશે. અને હા, કેટલાક યુઝર્સે પૂછ્યું કે તે ક્યાંથી મળશે? પ્લીઝ મને જલ્દી કહો.

Niraj Patel