પોલીસ સ્ટેશનની અંદર જ આ કપલ ફિલ્મી સ્ટાઈલમાં ગાડી લઈને આવ્યું અને પછી કરાવ્યું પ્રિ વેડિંગ ફોટોશૂટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “અધિકારોનો દુરપયોગ”, જુઓ વીડિયો
Pre Wedding Photoshoot at Police Station : આજનો સમય સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય તે કોઈ નથી જાણતું. ત્યારે આજે લગ્ન બંધનમાં બંધાતા ઘણા કપલ પણ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રકારના ફોટોશૂટ પણ કરાવતા હોય છે. જે પણ ખુબ જ વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલે પોલીસ સ્ટેશનમાં ફિલ્મી સ્ટાઈલમાં વીડિયો બનાવ્યો.
ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ સ્ટેશનમાં આવ્યું દંપતી :
આ વાયરલ વીડિયોમાં પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનો નજરે પડે છે. દંપતી ફિલ્મી શૈલીમાં ગીત સાથે પ્રવેશ કરે છે. તેનો લગભગ બે મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દંપતી પોતે પોલીસ ઓફિસર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા મહિલા પોલીસની કારમાં બેસીને એન્ટ્રી લે છે. આસપાસના લોકો તેને સલામ કરી રહ્યા છે. આ પછી તેનો ભાવિ પતિ આવે છે. તે પણ ખૂબ જ ફિલ્મી શૈલીમાં પ્રવેશ કરે છે.
કપલ છે પોલીસ ઓફિસર :
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લઈને ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને અધિકારોનું દુરુપયોગ ગણાવી રહ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કપલને સલાહ પણ આપી. વીડિયોને રિટ્વીટ કરતાં IPS ઓફિસર સીવી આનંદે કહ્યું, ‘મેં આના પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોઈ. તેઓ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત લાગે છે અને આ સારી વાત છે, પરંતુ થોડી શરમજનક પણ છે. ખાસ કરીને મહિલાઓ માટે પોલીસનું કામ ખૂબ જ મુશ્કેલ છે. અને એ જ વિભાગમાં જીવનસાથી શોધવો એ આપણા બધા માટે ઉજવણીનો પ્રસંગ છે.
#Watch | Pre-wedding shoot of two #Hyderabad cops goes viral. pic.twitter.com/Lk0tiKiLnQ
— Deccan Chronicle (@DeccanChronicle) September 16, 2023
અધિકારીએ આપી સલાહ :
તેણે પોતાના ટ્વીટમાં આગળ કહ્યું, ‘વાત એ છે કે આ બંને પોલીસ ઓફિસર છે, મને પોલીસ વિભાગની પ્રોપર્ટી અને સિમ્બોલનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી લાગતું. જો તેઓએ અમને અગાઉ જાણ કરી હોત, તો અમે ચોક્કસપણે તેમને શૂટ માટે મંજૂરી આપી હોત. આપણામાંના કેટલાક ગુસ્સે થઈ શકે છે, પરંતુ મને તેમને મળવાનું અને તેમને આશીર્વાદ આપવાનું ગમ્યું હોત. જોકે તેણે મને તેના લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું. હું અન્ય લોકોને સલાહ આપું છું કે તે યોગ્ય પરવાનગી વિના આવું ન કરે.”