દૂરથી જોયું તો લોકોને લાગ્યું કે વેગેનઆર જાય છે, પરંતુ નજીક જઈને જોયું તો રહી ગયા હક્કાબક્કા, ભારતીયોના દેશી જુગાડનો વધુ એક વીડિયો વાયરલ

લો બોલો… આ દેશી જુગાડે તો ઉડાવ્યા સૌના હોશ, રિક્ષામાં ફિટ કરી દીધી મારુતિની વેગનઆર કાર, જોઈને લોકો પણ બોલ્યા.. “ટેલેન્ટની કમી નથી આપણા દેશમાં..” જુઓ વીડિયો

Wagon R Car Into Desi Auto Indian Jugaad : આપણા દેશની અંદર લોકો અલગ અલગ પ્રકારના જુગાડ કરતા હોય છે. આવા ઘણા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. કેટલાય વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ખાસ કરીને ઘણા લોકો વાહનો સાથે અવનવા જુગાડ કરતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જુગાડ દ્વારા એવું વાહન બનાવ્યું કે સૌ કોઈ હેરાન રહી ગયા.

ગજબનો જુગાડ :

આ વીડિયો આમ તો થોડો જૂનો છે, પરંતુ હાલ ફરીથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લાલ રંગની વેગનઆર રોડ પર ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ થોડી જ વારમાં ખબર પડી જાય છે કે આ ‘મારુતિ’ની કાર નથી પરંતુ કેટલાક ભારતીયોના ઘરે બનાવેલ જુગાડ છે. કારણ કે ભાઈ, પાછળથી જોઈને બધાને જે ‘વેગનઆર’ હતી તે ‘વિક્રમ ઓટો’ નીકળી.. જેમાં કારની સીટ જ ફીટ કરેલી છે. જોકે, આ ક્લિપ ક્યારે અને ક્યાં ફિલ્માવવામાં આવી તે સ્પષ્ટ નથી.

અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ :

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @comedynation.teb દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં દેશી જુગાડ લખ્યું છે. વાસ્તવમાં, આ ક્લિપ કલયુગ_હુન નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી, ત્યારબાદ આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી. જેને લોકોએ ખુબ જ શેર પણ કરી.

 

View this post on Instagram

 

A post shared by Comedy Nation (@comedynation.teb)

લોકોએ કર્યા વખાણ :

આ દેશી જુગાડને જોઈને એક તરફ યુઝર્સ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી, તો બીજી તરફ ઘણા યુઝર્સ આ ટેક્નોલોજીને અદ્ભુત ગણાવી રહ્યા છે. એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે આ ટેકનિક દેશની બહાર ન જવી જોઈએ. કેટલાકે મજા કરતાં લખ્યું કે હે મારી મા…જુઓ. એક યુઝરે કહ્યું- ઓટોમાં નેનોની મજા. અને હા, કેટલાક લોકો કહે છે કે ભારતમાં ઘણા પ્રતિભાશાળી લોકો છે.

Niraj Patel