એશિયા કપમાં ભારતની બાંગ્લાદેશ સામે થઇ હાર, પરંતુ આ ખેલાડીએ બનાવી દીધો અનોખો રેકોર્ડ, ટીમ ઇન્ડિયાનો વાગ્યો ડંકો

વિરાટ અને ધોનીએ પણ પાછળ છોડીને આ ખેલાડીએ બનાવી દીધો ઇતિહાસ, બાંગ્લાદેશ સામેની હાર છતાં પણ વાગ્યો ભારતનો ડંકો, જુઓ

Records by Shubman Gill : એશિયા કપ 2023ની સુપર-ફોર મેચમાં ભારતને બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો હતો. કોલંબોના મેદાન પર 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 259 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત એક સમયે જીત તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ છેલ્લી બે ઓવરમાં ટેબલ પલટાઈ ગયું. ઓપનર શુભમન ગિલે લડાયક સદી ફટકારી હતી. તેણે 133 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા.

શુભમને મોટી ઇનિંગ્સ રમી :

શુભમન ગિલની આ સદી તે મુશ્કેલ સમયે આવી હતી જ્યારે ટીમ ઈન્ડિયાના 5 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ બીજા છેડેથી ઓપનર ગીલે લીડ જાળવી રાખી હતી. તેણે 121 રનની યાદગાર ઇનિંગ રમી હતી. શુભમન ગિલે આ સદીની ઇનિંગ બાદ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શુભમન ગિલ માટે વર્ષ 2023 ઘણું સારું રહ્યું છે. તેના બેટમાંથી સતત મોટી ઇનિંગ્સ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ગિલે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

શુભમન ગીલે વિરાટ-ધોનીને પાછળ છોડી દીધા :

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ સૌથી નાની ઈનિંગ્સમાં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા શિખર ધવને આ સિદ્ધિ મેળવી હતી. શુભમને વર્ષ 2023માં 6 સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની તેમની શાનદાર બેટિંગ માટે જાણીતા છે. જેણે ભારત તરફથી રમતા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પણ તેના પગલે ચાલી રહ્યો છે.

ગીલે 2023માં 1,500+ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા :

શુભમન ગિલે 2023માં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલે આ વર્ષે 6 સદી ફટકારી છે. વિરાટ કોહલી બીજા સ્થાને છે, તેણે 5 સદી ફટકારી છે. શુભમન ગિલ જબરદસ્ત ફોર્મમાં છે. તેનું બેટ સતત રન બનાવી રહ્યું છે. જેના કારણે તેણે વર્ષ 2023માં મોટી સિદ્ધિ મેળવી હતી. ગિલ 2023માં 1,500+ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ગિલે આ વર્ષે બાંગ્લાદેશ સામેની સદી દરમિયાન ODIમાં 1000 રનનો આંકડો પણ સ્પર્શ કર્યો છે. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 1000નો આંકડો પાર કરી શક્યો નથી.

Niraj Patel