મંડપ પર દુલ્હન લેવા લાગી પ્રતિજ્ઞા, લિસ્ટ જોઇને જ દુલ્હાનો છુટી ગયો પરસેવો- જુઓ વીડિયો
મંડપ સજેલો હતો, વર-કન્યા એકબીજાને હાર પહેરાવવા પણ તૈયાર હતા પણ એટલામાં જ દુલ્હને એટલું લાંબુ લિસ્ટ કાઢી વાંચવાનું શરૂ કર્યુ કે જોઈને વરરાજનો પણ પરસેવો છૂટી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો વરરાજાને બિચારો કહી રહ્યા છે, જ્યારે ઘણા લોકોને દુલ્હનની સ્ટાઈલ પસંદ આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર લગ્નની પ્રતિજ્ઞાનો આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, લાગે છે કે આને કોઇ કારણથી ‘પ્રતિજ્ઞા’ કહેવામાં આવે છે. વીડિયોની શરૂઆતમાં સ્ટેજ પર વર-કન્યા દેખાય છે. કન્યા કાગળની એક લાંબી શીટ ખોલે છે જેના પર પ્રતિજ્ઞાઓ લખેલી હોય છે. તે મોટેથી વાંચવાનું શરૂ કરે છે અને સાથે પછી મહેમાનો પણ ઉત્સાહપૂર્વક હસવા લાગે છે.
વીડિયોમાં તે તેના લાંબા લગ્નના વચનોનો એક ભાગ સંભળાવતી જોવા મળી હતી. તેણે એમ પણ લખ્યું, “18 પાના, આગળ અને પાછળ.” વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા પછી લાખો લાઇક્સ મળી છે અને ઘણા વ્યુઝ પણ મળ્યા છે. વિડિયોએ ઘણા લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram