બેશરમ ગુરુએ આબરુ કાઢી : રવિવારે માસુમ છોકરીને એકલી સ્કૂલમાં બોલાવી પછી લાઈબ્રેરીમાં લઇ ગયો ને રોમાન્સ કરતો વીડિયો….
ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ તેમજ સગીરાઓ સાથે પણ છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. આવા કિસ્સામાં ઘણીવાર બાપ-દીકરીના તો ઘણીવાર દિયર-ભાભીના તો ઘણીવાર ગુરુ-શિષ્યના સંબંધો પણ તાર તાર થતા હોય છે, ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો છે જેમાં ગુરુ શિષ્યના સંબંધો શર્મશાર થયા છે. બિહારના તરિયાની થાના ક્ષેત્ર વિસ્તારની હાઈસ્કૂલ લાઈબ્રેરીમાં એક શિક્ષકનો એક વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરતો વીડિયો એક વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો અને પછી સામે આવતા જ વાયરલ થઈ ગયો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રવિવારનો છે. મળતી માહિતી મુજબ ટીચરે વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને બોલાવી અને પછી તેની સાથે લાઈબ્રેરીમાં રોમાન્સ કરવા લાગ્યો. સ્કૂલના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવી લીધો. ત્યારબાદ ફોન પર માહિતી આપીને ગ્રામજનો અને શાળાના અન્ય વિદ્યાર્થીઓને એકઠા કર્યા. ત્યાં પહોંચેલા લોકોએ વિદ્યાર્થી અને શિક્ષકને ઠપકો આપ્યો, જેના પર વિદ્યાર્થીની અને શિક્ષક બંનેએ કાન પકડીને માફી માંગી.
આનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને પછી બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. વીડિયોમાં ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ પણ હંગામો મચાવતા જોવા મળે છે. લોકોએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તરિયાણી પોલીસ સ્ટેશનના પ્રમુખે જણાવ્યું કે વિદ્યાર્થી સાથે શિક્ષકનો વાંધાજનક વીડિયો વાયરલ થવાની માહિતી મળી.
જોકે, હજુ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના સ્તરથી આ મામલાની તપાસ કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું કે વિદ્યાર્થિની અને તેના શિક્ષક સાથે પ્રેમ સંબંધ હતો. તે રજાના બહાને ગુપ્ત રીતે તેના પ્રેમી એટલે કે શિક્ષકને મળવા આવી હતી, પરંતુ તેનું રહસ્ય ખુલ્લું પડી ગયું. જો કે, આ ઘટના બાદ ગામમાં શિક્ષક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.