અજબગજબ જાણવા જેવું પ્રવાસ

આ છે દુનિયાની 8 ખૂબ જ કિંમતી અને આલીશાન ઇમારતો, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાત

દુનિયામાં ટેક્નોલોજીના કારણે ખૂબ જ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને એનું જ પરિણામ છે કે આના વિશ્વમાં એકથી ચઢિયાતી એક એમ સુંદર અને શાનદાર ઇમારતો બની છે. દુનિયાના દરેક વ્યક્તિ આ ઈમારતોને જોવાનું પસંદ કરે છે. આ ઇમારતોમાં હોટલ, રિસોર્ટ, ઓફિસ વગેરે સંચાલિત કરવામાં આવે છે. તો કોઈક ઇમારત એવી પણ છે કે જે કોઈની ખાનગી મિલકત છે. તો ચાલો આજે આપણે એવી જ ખાસ ઇમારતો વિશે વાત કરીશું –

  • અબ્રાજ અલ બૈટ ક્લોક ટાવર –
Image Source

સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં સ્થિત આ ઇમારત વિશ્વની સૌથી મોંઘી ઇમારત છે. આને મક્કા હોટલ અને ક્લોક ટાવરના નામથી ઓળખાય છે. વિશ્વની સૌથી મોંઘી ઇમારતની સુંદરતા જોતા જ બને છે. આ હોટલને બનાવવામાં 15 અરબ ડોલર એટલે કે ભારતીય કરન્સીના હિસાબથી 97.51 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયા છે. 601 મીટરની ઊંચાઈ સાથે આ વિશ્વની સૌથી ઉંચી હોટલ પણ છે. જે લગભગ 1,500,000 સ્કવેર મીટરમાં ફેલાયેલી છે અને તેની ક્ષમતા 1,00,000 લોકોને સમાવવાની છે. એવું કહેવાય છે કે ક્લોક ટાવર 30 કિલોમીટર દૂરથી પણ દેખાય છે.

  • મરિના બે સેન્ડ્સ –
Image Source

સિંગાપોરમાં આવેલું મરિના બે સેન્ડ્સ સૌથી મોંઘુ રિસોર્ટ છે. 5.5 અબજ ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે 35.75 કરોડ રૂપિયામાં બનેલું મરિના બે સેન્ડ્સ સૌથી વધુ કિંમતે બનેલું રિસોર્ટ છે. આ ઇમારત એકબીજા સાથે જોડાયેલી ત્રણ 55 માળના ટાવર્સથી બનેલી છે. 38 એકરમાં ફેલાયેલી આ ઇમારતમાં વિશ્વનું સૌથી મોંઘુ કસીનો પણ છે.

  • રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા –
Image Source

વિશ્વમાં બનેલા સૌથી મોંઘા કેસીનોમાં રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ત્રીજા નંબરે આવે છે. તેના બાંધકામમાં કુલ કિંમત 4.93 અબજ ડોલર ખર્ચાયા હતા. 49 હેકટર્સ વિસ્તારમાં ફેલાયેલા રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસામાં હોટલ્સ, રિસોર્ટ્સ, કસીનો અને બીજા ઘણા આકર્ષણો છે. તેના ચાર હોટલ્સ આવેલી છે અને 15000 સ્કવેર મીટરમાં ફેલાયેલો કસીનો પણ છે.

  • એમિરેટ્સ પેલેસ હોટલ –
Image Source

અબુધાબીમાં આવેલી આ શાનદાર ઇમારત એક હોટલની છે, જેને બનાવવાનો ખર્ચ 3 અબજ ડોલર એટલે કે 19.50 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. વિશ્વમાં સૌથી મોંઘી હોટલમાંથી આ આ સેવન સ્ટાર હોટલ બીજી સૌથી મોંઘી હોટલ છે. અબુધાબીની સરકાર આ હોટલની માલિકી ધરાવે છે. આ અબુધાબીનું સરકારી ગેસ્ટહાઉસ પણ છે. તેમાં 85 હેકટર્સમાં ફેલાયેલું ગાર્ડન પણ છે. આ હોટલનો ફ્લોર એરિયા 850000 સ્કવેર મીટર છે, જેમાં 302 રૂમ્સ, 19 પેલેસ સુટ્સ, અને બીજી ઘણી સુવિધા ધરાવે છે.

  • ધ કોસ્મોપોલિટન –
Image Source

અમેરિકાના લાસ વેગાસ શહેરમાં આવેલી આ ઇમારત ખૂબ જ શાનદાર છે. આ ઇમારતને બનાવવામાં 3.9 અબજ ડોલર એટલે કે 25.35 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ધ કોસ્મોપોલિટન 52 માળની બે ટાવરની બનેલી ઇમારત છે. આમાં 3000 રૂમ્સ, 110000 સ્કવેર મીટરનો મેગા કસીનો, સ્પા, પબ્લિક એરિયા, ફિટનેસ એરિયા અને 1800 લોકોને સમાવી શકાય એવું થિયેટર પણ છે.

  • વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર –
Image Source

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી આ ઇમારત ખૂબ જ શાનદાર છે, આ ઇમારતને બનવામાં 3.8 અબજ ડોલર એટલે કે 24.70 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા છે. 104 માળનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યુયોર્કમાં આવેલી 1451 ફુટ ઊંચું અને અમેરિકાનું સૌથી ઊંચું બિલ્ડીંગ છે.

  • વેયન રિસોર્ટ –
Image Source

અમેરિકાના લાસ વેગાસ શહેરમાં આવેલી આ ઇમારતમાં એક રિસોર્ટ ચાલે છે, આ ઇમારતને બાળવાનો કુલ ખર્ચ 2.7 અબજ ડોલર એટલે કે 17.55 હજાર કરોડ રૂપિયા થયો છે. 45 માળની આ ઇમારત વિશ્વની સૌથી મોટી હોટલમાં છઠ્ઠા ક્રમે આવે છે. આ હોટલ 615 એકરમાં ફેલાયેલી છે. વેયન રિસોર્ટમાં 2716 રૂમ્સ, 223000 સ્કવેર ફૂટનો કન્વેનશન સેન્ટર અને કસીનો આવેલા છે.

  • વેનેશિયન મકાઉ –
Image Source

ચીનના મકાઉ શહેરમાં આવેલી આ ઇમારત ખૂબ જ આલીશાન અને અલગ છે. આ ઇમારતના નિર્માણમાં 2.4 અબજ ડોલર એટલે એક 15.60 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ ઇમારત 39 માળનો કેસિનો રિસોર્ટ છે. 98000 સ્કવેર મીટરમાં ફેલાયેલા આ કેસિનો વિશ્વનો સૌથી મોટો કેસિનો છે. ફ્લોર એરિયા પ્રમાણે આ એશિયાની સૌથી મોટી હોટલ પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.