મનોરંજન

બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટનું થયું મોત, બિગ બોસના ફેન્સ થયા દુઃખી દુઃખી- જાણો વિગત

બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ અને તેમના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા સ્વામી ઓમનું નિધન થયુ છે. 3 ફેબ્રુઆરી ગાજિયાબાદના લોની સ્થિત ડીએલએફ અંકુર વિહારમાં તેમણે તેમના જીવનના અંતિમ શ્વાસ લીધા.

Image source

રીપોર્ટસ અનુસાર, સ્વામી ઓમ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતી. ત્રણ મહિના પહેલા તેઓ કોરોનાનો શિકાર થયા હતા. જે બાદથી તેઓની તબિયત ખરાબ રહેવા લાગી હતી. સ્વામી ઓમ દિલ્હીના અંકુર વિહાર રોહીણી વિસ્તારમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા.

Image source

તમને ખ્યાલ હશે કે, સ્વામી ઓમ બિગ બોસ સિઝન 10ના સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ રહેયા હતા. તેઓ તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. બિગબોસમાં તેમણે તેમની કો-કન્ટેસ્ટન્ટ બાની પર યુરિન ફેંકયુ હતુ. તે બાદથી તેમને ઘરમાંથી એલિમિનેચ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, વર્ષ 2017માં સુપ્રિમ કોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો જુર્માનો લગાયો હતો.