રસોઈ

ભરેલા મરચાં-રેસિપી… નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

 • સામગ્રી-
 • 200 ગ્રામ ભાવનગરી મરચાં
 • 1 નંગ કેપ્સીકમ
 • 100 ગ્રામ શિંગદાણા
 • 1/2 કપ તાજું નાળિયેરનું ખમણ
 • 1 આદુંનો ટુકડો
 • 3 લીલાં મરચાં ઝીણાં સમારેલા
 • 3 બટેટાની લાંબી ચીર
 • 2 કપ નાળિયેરનું દૂધ
 • 2 ચમચી આમલીનો રસ
 • 1 ચપટી હિંગ
 • તેલ જરૂર મુજબ
 • મીઠું સ્વાદાનુસાર
 • મરચું
 • તજ
 • લવિંગ
 • મરીના દાણા

રીત-સૌપ્રથમ બટેટાને મીઠું લગાવી રાખવા. ભાવનગરી મરચામાં એક કાપ કરી બી કાઢી લેવા અને મીઠું લગાવી રાખવા. કેપ્સીકમ ટુકડાં મીઠું લગાવી રાખવાં. તેલ ગરમ થાય કે હિંગ નાખવી તેમાં બટેટા નાખવાં, મીઠું નાખવું. સતત હલાવીને સીઝવા દેવા. શિંગદાણાને શેકી ફોતરાં કાઢી ફ્રાય કરી નાળિયેરનુંખમણ, મીઠું, આદું મરચાં નાખી મિક્સ કરવું. એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી મરચાં ભરવાં.

સીઝી રહેલાં બટેટામાં કેપ્સીકમ નાખી દેવા. કાણા મરી-તજ-લવિંગની પેસ્ટ નાખી નાળિયેરનું દૂધ નાખવું. બરાબર એકરસ થાય ત્યારે ભરેલા મરચાં નાખવા. છેલ્લે આમલીની પ્યોરી નાખી ગરમ-ગરમ સર્વકરવું.

ધરા સંજયકુમાર ત્રિવેદી,સુરેન્દ્રનગર

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks