ખબર જાણવા જેવું

ભારતીય સંસદમાં ઉલ્ટા પંખા લગાવવા પાછળનું શું છે રહસ્ય, એકદમ દિલચસ્પ કહાની…

તમે ઘર, ઓફિસ વગેરેમાં પંખા લાગેલા જરૂર જોયા હશે જેનો ઉપયોગ ગરમી દૂર કરવા માટે કરવામાં આવે છે. પંખાનો ઉપયોગ દશકો પહેલાનો છે અને હવે ભલે કુલર અને એયર કંડીશનર ઉપલબ્ધ છે પણ પંખાનો ઉપયોગ ક્યારેય ખતમ નહીં થાય. સામાન્ય જગ્યાઓની જેમ ભારતીય સંસદમાં પણ પંખા લાગેલા હોય છે.

ભારતીય સંસદ દિલ્હીમાં બ્રિટિશકાળથી બનેલું છે. જયારે પણ કોઈ પર્યટક દિલ્હી આવે ત્યારે એ સંસદભવન જોયા વિના નથી જતા. અહીંની ખાસિયત એ છે કે અહીં પંખા ઊંધા લગાવવામાં આવ્યા છે. અહીં જે રીતે પંખા લાગેલા છે તેવા તમે ક્યારેય નહિ જોયા હોય.

Image Source

સંસદ ભવનમાં શા માટે લાગેલા હોય છે ઉલ્ટા પંખા:

તમે સંસદ તો જોઈ જ રાખી હશે જ્યાં પર સેન્ટ્રલ હોલમાં દેશના મોટા મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચા જ દેશનું ભવિષ્ય નક્કી કરે છે અને આપણા જીવનના ગ્રોથથી લઈને દરેક મોટા નિર્ણયો પણ અહીં પર જ લેવામાં આવે છે.

જો તમે અહીંના સેન્ટ્રલ હોલને થોડું ધ્યાનથી જોયું હોય તો અહીં પર પંખા છતો પર નહિ પણ જમીનથી ઉપરની તરફ ઉલ્ટા લગાવવામાં આવેલા હોય છે. મોટાભાગે તમે પણ જોયું હશે, અને વિચાર કર્યો હશે કે આખરે આવું શા માટે.

Image Source

હવે સવાલ એ ઉઠે છે કે આખરે આવું કરવાનું કારણ શું છે? કેમ કે સંસદ આજથી એક સદી પહેલા જ બની ગઈ હતી અને તે સમયે એયર કંડીશનર તો ન જ હતા, એવામાં સંસદમાં પંખા લગાવવાના હતા તો જોયું કે બિલ્ડીંગ પંખાના હિસાબથી નથી કેમ કે ઉપરની દીવાલ ખુબજ ઊંચી છે અને ત્યાંથી પંખાની હવા આસાનીથી નીચે સુધી પહોંચી ન શકે.
એવામાં પંખાનો ડંડો લાંબો લગાવવાનો રહે અને એ એટલું કારગર ન હતું તો એવું કરવામાં આવ્યું કે સંસદભવનમાં પંખા ઉલ્ટા લગાવી દેવામાં આવે જેથી હવા પાસેથી જ સંસદો સુધી આવતી રહે.

Image Source

આ રીત કામ કરી ગઈ અને જયારે સંસદભવનને નવી રીતથી બનાવવામાં આવ્યું ત્યારે પણ તેની ઐતિહાસિકતાને જાળવી રાખવા માટે સંસદમાં ઉલ્ટા પંખા જ રાખવામાં આવ્યા જેથી તેની ભવ્યતાને આવી જ રીતે જાળવી શકાય અને એવામાં ભારતની સંસદ સૌથી અલગ તો છે જ.

સંસદ ભવનના નિર્માણમાં 7 વર્ષનો સમય લાગ્યો હતો. સંસદભવનનો વ્યાસ 560 ફુટ છે અને આ વિશાળ ઇમારત ગોળાકાર છે. સંસદભવનની ખાસ વાત એ પણ છે કે આ 144 સ્તંભ પર ઉભું છે અને દરેક સ્તંભની ઊંચાઈ 27 ફુટ છે. સંસદ ભવનના 12 દરવાજા છે, જેમાંથી સંસદમાર્ગ પર સ્થિત પ્રમુખ દ્વાર છે. અહીં ઊંધા પંખા હોવાની સાથે સાથે અહીં આજે પણ મેમ્બરને ઘંટો વગાડીને બોલાવવામાં આવે છે.

Image Source

સંસદભવનનો સેન્ટ્રલ હોલ એટલા માટે પણ ખાસ છે કે અહીં દેશના પહેલા પ્રધાનમંત્રીએ શપથ લીધી હતી અને ભારતની સંવિધાન પણ અહીં જ લખવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks