ખબર

ગુજરાતમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને કોરોના થતા તમામ ધારાસભ્યોને ચેપનો ખતરો, જાણો વિગત

ગુજરાતમાં કોરોનાનો આંકડો 27 હજારથી વધી ગયો છે. તો કોરોનાને 19 હજારથી વધુ લોકોએ મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનની ઝપેટે રાજકીય નેતાઓ પણ ચડે છે. આ વચ્ચે એક દિગ્ગ્જ નેતાને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Image source

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થતાં ખળભળટ મચ્યો છે. હાલ વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો.

Image source
Image source

જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેતા ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.

Image source
Image source

આ ઉપરાંત ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના પણ અનેક નેતાઓને મળ્યા હતા. આ ઉપરાંત ચૂંટમી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે પણ તે સંપર્કમાં આવતાં તેમને પણ કોરોના થવાનો ખતરો વધી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.