ખબર

ભગવાનનું વરદાન બનીને આવેલી આ દીકરીએ આપ્યું પિતાને નવું જીવન

લોકો છોકરીઓને બોઝ ગણે છે. પરંતુ આ વાત સાંભળીને તમે છોકરીઓને બોઝ નહીં માનો. આ વાત છે મીરજાપુરની એક દીકરી વીણાની છે. વીણાએ પોતાના પિતાને લીવર આપીને તેમની જિંદગી બચાવી. આમ વીણા પોતે જ બે છોકરીની મા છે. જે પિતાએ તેને કાળજાના ટુકડાની જેમ રાખી હતી, તેમને ભણાવી ગણાવી, લગ્ન કરાવ્યા આજે તે જ દીકરીએ કશું વિચાર્યા વગર પોતાના પિતાનો જીવ બચાવવા પોતાનું લીવર આપ્યું. વીણાએ પોતાના આ કામથી દુનિયા ભરની દીકરીઓનું નામ રોશન કર્યું છે.

Image Source

મીરજાપુર જિલ્લાના જમાલપુરના બહુઆર ગામના રહેવાશી રવિપ્રકાશ ત્રિપાઠીની તબિયત થોડા દિવસથી ખરાબ ચાલી રહી હતી. તેમને નજીકના એક હોસ્પિલમાં બતાવ્યું ત્યારે ડોકટરે લીવર ચેક કરીને જણાવ્યું કે તેમે તકલીફ છે તેમને મેદાંતા ગુડગાંવ અથવા એમ્સમાં લઇ જવની સલાહ આપી. મેદાંતા પહોંચી ડોક્ટરે તેમને લીવર ટાન્સપ્લાંટ કરવાની સલાહ આપતા કહ્યું કે એક ડોનરની જરૂર પડશે.

આ વાત સાંભળીને વીણા તેને પિતાની હાલત જોઈને તરત જ પોતાનું લીવર આપવા માટે તૈયાર થઇ ગઈ. વીણાના પતિ તેનો આ નિર્ણય સાંભળી ચોકી ગયો અને પોતાને સાંભળીને બોલ્યો માનવ જીવન પરોપકાર કરવા માટે મળ્યું છે, તે તો તારા પિતા છે, અમે તારી સાથે છું.

Image Source

વીણાની સાસુ શ્રીનીતિએ જણાવ્યું કે હું એ પળ નહીં ભૂલું જ્યારે મારી વહુ મેદાંતામાં તેને પિતાને લીવર આપવા અમારા બધાના આશીર્વાદ લઈને ઓપરેશન થિયેટરમાં સ્મિત આપીને અંદર ગઈ. જ્યારે વીણા પોતાની બે છોકરીની ચિંતા કર્યા વગર પોતાના પિતાનું જીવન બચાવવા જતા જોઈ તેના પતિ ભગવાન પાસે બધું સારું થઇ જાય તેવી પ્રાર્થના કરતો હતો.

પહેલી જુલાઈએ 11 કલાકના ઓપરેશન પછી પિતાને તેમની પુત્રીનું લીવર સફળતાથી ટ્રેન્સપ્લાંટ કરવામાં આવ્યું. હાલમાં રવિપ્રકાશ હોસ્પિટલમાં આરામ કરે છે. વીણાના આ કાર્યની દરેક જગ્યાએ વાહ-વાહી થઇ છે. આ કાર્યથી લોકો ભગવાન જોડે પ્રાર્થના કરે છે કે આવતા જન્મમાં વીણા જેવી દીકરી જન્મે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks