ઘરમાં પૈસા, ડોક્યુમેન્ટ, સોના દાગીના જેવી વસ્તુઓને તિજારો કે કબાટ સિવાય આ 4 જગ્યાએ છુપાવી દો, ચોર સપનામાં પણ નહિ વિચાર શકે
આપણા ઘરમાં ઘણી એવી કિંમતી વસ્તુઓ હોય છે જેને સાચવવાની ખુબ જ જવાબદારી હોય છે. હવે તો વસ્તુઓને તિજોરીમાં મુકવી પણ સુરક્ષિત નથી કારણ કે તેમાંથી પણ ચોરી થવાનો ભય વધારે રહે છે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિષે જણાવીશું જ્યાં તમે એ વસ્તુઓને છુપાવશો તો ક્યારેય ચોરી થવાનો ડર નહીં રહે.

ઘરમાં બનાવો વિન્ડ ચાઈમ:
વિન્ડ ચાઇમ ઘરના કોઈપણ ખૂણામાં લગાવો ઘર ખુબ જ સુંદર દેખાય છે. તો તમારી કિંમતી ચાવી છુપાવવા માટે પણ વિન્ડ ચાઈમ એક ખુબ જ સુંદર રસ્તો છે, તેની અંદર તમે ઘરમાં રહેલી ઘણી બધી જૂની ચાવીઓને ભગેઇ કરો અને એક દોરાથી તેની અંદર એ બધી જ ચાવીઓને લટકાવી દો. તેની અંદર તમારી કિંમતી ચાવી પણ કોઈ ખાસ નિશાની સાથે જેને તમે ઓળખી શકો એ રીતે લાગવી દો. જેનાથી તમે એ ચાવીને ઓળખી શકશો પરંતુ બીજું કોઈ નહીં ઓળખી શકે.

કામ આવશે ઘરની ખાસ તસ્વીર:
આપણા ઘરની અંદર ઘણી ખાસ તસવીરો હોય છે, આપણું કોઈ સ્વજન ગુજરી જાય ત્યારે પણ આપણે તેની યાદોને તસ્વીર રૂપે ઘરની અંદર માધવતા હોઈએ છીએ, અને આ તસસવીરો ઘરની અંદર હંમેશા રહે છે. પરંતુ આ તસ્વીરોનો પણ એક સુંદર ઉપયોગ થઇ શકે. તમારા ઘરની કોઈ કિંમતી ચાવી કે કોઈ કિંમતી કાગળિયા રાખવા માટે તમે જે તસ્વીર લગાવો છો તેની પાછળ એક ખાણું બનાવી દો. અને તસ્વીર પાછળ એ છુપાવી દો ક્યારેય કોઈને ખબર પણ નહિ પડે.

પક્ષીઘર પણ છે સુંદર જગ્યા:
ઘણા લોકોને પોતાના ઘરની અંદર પક્ષીઓ રાખવા ખુબ પસંદ હોય છે. તેનો મીઠો અવાજ સાંભળીને માણસ પ્રફુલ્લિત પણ રહેતો હોય છે. અને પક્ષીઓ પાલવ માટે આપણે પક્ષીઓ માટે પક્ષીઘર પણ બનાવીએ છીએ, ત્યારે પક્ષી ઘરની અંદર નાનું એવું ખાણું બનાવી દો જ્યાં તમે પૈસા, જરૂરી સમાન કે ચાવી સરળતાથી છુપાવી શકો. આ વાત હોઈને ખબર પણ નહિ પડે.

પુસ્તકોનું કબાટ:
જો તમારા ઘરની અંદર પણ પુસ્તકો રાખવા માટે ખાસ કબાટ બનાવવામાં આવ્યું છે તો તમે એ પુસ્તકોની વચ્ચે પણ એક ખાસ પ્રકારનું ખાણું બનવાડાવી શકો છો જેની અંદર તમે કિંમતી સમાન, પૈસા, કાગળિયા જેવી વસ્તુઓ સરળતાથી છુપાવી શકો છો.