જાણવા જેવું

દેશી ગાયના છાણના લીંપણના ચમત્કારિક ફાયદા 99% લોકોને ખબર નથી, વિદેશમાં છે બોલબોલા

જો તમને ઓછી કિંમતમાં એક એવું ઘર બનાવવું હોય જે વાતાનુકુલિત હોય તો તમે હરિયાણાના ડૉ. શિવદર્શન મલિકને મળી શકો છો. તેઓએ દેશી ગાયના ગોબરથી એક એવું વૈદિક પ્લાસ્ટર તૈયાર કર્યું છે જેનો પ્રયોગ કરવાથી ગામના કાચા ઘરો જેવું સુકુન મળશે.

દિલ્હીના દ્વારકા નજીક છાવલામાં રહેતા ડેરી સંચાલક દયા કિશન શૉકીને દોઢ વર્ષ પહેલા આ ગાયના બનેલા પ્લાસ્ટરમાંથી ઘર બનાવ્યું હતું. તેઓ જણાવે છે કે, “આ રીતે બનેલા મકાનમાં ઉનાળામાં અમારે એસી લગાવવાની જરૂર નથી પડતી. જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો તે અંદર તાપમાન 28-31 સુધી જ રહે છે. એક ચોરસ ફૂટના દસ રૂપિયાનો ખર્ચ આવે છે જે સિમેન્ટના ખર્ચ કરતા છ-સાત ગણો ઓછો હોય છે.”

તેઓ આગળ જણાવે છે, “આ ઘરના જેટલા ફાયદા જાણવું એટલા ઓછા છે, આવા ઘર બન્યા પછી, અહીં ખુલ્લા પગે ઘરમાં ચાલવાથી પગને ઠંડક મળે છે. આપણા શરીરને અનુરૂપ તાપમાન મળે છે. વીજળીની બચત થાય છે, શહેરોમાં ગામ જેવા કાચી માટીના ઘરો આ ગાયના પ્લાસ્ટરથી બનવા સંભવ છે.”

કિશન શૉકિનની જેમ, ભારતમાં 300થી વધુ લોકો દેશી ગાયના વેદિક પ્લાસ્ટરથી ઘર બનાવી રહયા છે. આબોહવામાં પરિવર્તનની અસર આપણા ઘરો પર પણ પડે છે. પહેલા માટીના બનેલા કાચા ઘરોમાં ગરમીને રોકવાની ક્ષમતા હતી. આ કાચા ઘરો ઠંડી અને ગરમી સામે રક્ષણ આપતા હતા, પરંતુ બદલાતા સમય સાથે આ કાચા ઘરો હવે વ્યવહારુ નથી રહયા.

પાક ઘરોને કઈ રીતે કાચા ઘરો બનાવી શકીએ કે જેમાં ઉષ્મા રોકવાની ક્ષમતા હોય, તેની માટે દિલ્હીથી 70 કિમી દૂર રોહતકના રહેવાસી ડૉ. શિવદર્શન મલિકે લાંબા સંશોધન પછી દેશી ગાયના છાણમાંથી એક એવું ‘વૈદિક પ્લાસ્ટર’ બનાવ્યું જે સસ્તું હોવાની સાથે જ ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ રાખે છે. ડૉ. શિવદર્શન મલિકે રસાયણશાસ્ત્રમાં પીએચડી કર્યા બાદ આઈઆઈટી દિલ્હી, વર્લ્ડ બેન્ક જેવી કેટલીક મોટી સંસ્થામાં સલાહાર તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. આ સમય દરમ્યાન ફરતા ફરતા કાચા અને પાક્કા મકાનો વચ્ચેનો ફરક અનુભવ્યો અને ત્યારે આ પ્લાસ્ટરની જરૂરત મહેસૂસ કરી.

વર્ષ 2005થી વૈદિક પ્લાસ્ટરની શરૂઆત કરનાર ડૉ. શિવદર્શન મલિકનું કહેવું છે, “આપણે કુદરતની સાથે રહીને કુદરતને બચાવવું પડશે, જ્યારથી આપણા ઘરોમાંથી ગોબર લીંપવાનું કામ બંધ થયું છે ત્યારથી બીમારીઓ વધવી શરુ થઇ છે. દેશી ગાયના ગોબરમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. જે ઘરની હવાને શુદ્ધ રાખવાનું કામ કરે છે, એટલા માટે વૈદિક પ્લાસ્ટરમાં દેશી ગાયનું ગોબર લેવામાં આવ્યું છે.”

તેઓએ જણાવ્યું, “આપણા દેશમાં દરરોજ 30 લાખ ટન ગોબર નીકળે છે. જેનો સાચી રીતે ઉપયોગ ન થવા પર તે મોટાભાગે વેસ્ટ જાય છે. દેશી ગાયના ગોબરમાં જીપ્સમ, ગ્વારગમ, ચીકણી માટી, લીંબુ પાવડર વગેરે ભેળવીને તેનું વૈદિક પ્લાસ્ટર બનાવવામાં આવે છે, જે અગ્નિરોધક અને ઉષ્મારોધક હોય છે. તેનાથી સસ્તા અને ઇકો ફ્રેન્ડલી મકાન બને છે. તેની માંગ ઓનલાઇન હોય છે. હિમાચલથી લઈને કર્ણાટક સુધી, ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી વૈદિક પ્લાસ્ટરથી 300થી વધુ મકાન બની ચુક્યા છે.”

આ છે વૈદિક પ્લાસ્ટરથી બનેલા મકાનોના ફાયદા

આ રીતના પ્લાસ્ટરથી બનેલા મકાનોમાં ભેજ હંમેશા માટે સમાપ્ત થઇ જાય છે. ઘર પ્રદુષણ મુક્ત હોય છે. આ ઈંટ, પથ્થર કોઈ પણ દીવાલ પર સીધું જ અંદર અને બહાર લગાવી શકાય છે. એક ચોરસ ફુટ વિસ્તારમાં તેનો ખર્ચો 20થી 22 રૂપિયા આવે છે. ડૉ. શિવદર્શન મલિકનું કહેવું છે, “આ મકાન આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આ મકાનમાંથી હાનિકારક કીટાણુ અને જીવાણુ ભાગી જાય છે. સારા સ્વાસ્થ્ય સાથે સકારાત્મક ઉર્જા પણ મળે છે. તેમજ આ ધ્વનિરોધક અને અગ્નિરોધક હોય છે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks