હેલ્થ

શિયાળામાં આંબળાના જ્યુસનું સેવન કરો, પછી જુઓ તમારા શરીરમાં કેવા કેવા ચમત્કારિક ફેરફાર થાય છે

આંબળાએક એવું ફળ છે જેને તેના ઔષધીય ગુણોને કારણે જાણવામાં આવે છે, આંબળાનું સેવન સ્વાસ્થ્ય માટે બહુજ ફાયદેમંદ છે. એક આંબળામાં 2 સંતરા જેટલું વિટામિન સી હોય છે. આંબળા ઘણી બીમારીઓ સામે લડવા માટે મદદરૂપ થાય છે.

આંબળામાં કેલ્શિયમ, વિટામિન સી, આયરન, ફોસ્ફોરસ, કૈરોટિન, વિટામિન બી કોમ્પ્લેક્ષ હોય છે. આંબળાને દરરોજ જમવામાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. વિટામિન, મિનરલ્સ અને ડાયટ્રી ફાઈબરથી ભરપૂર 100 ગ્રામ આંબળામાં ફક્ત 60 જ કેલેરી હોય છે.

Image Source

આંબળાનું જ્યુસ પણ તેટલું જ ફાયદાકારક છે. આંબળાના જ્યુસથી ઘણી બીમારી ઓથી છુટકારો મેળવી શકાય છે.

આવો જાણીએ આંબળાના જ્યુસ બનાવવાની રીત
આંબળાને કાપીને તડકામાં સુકાવી લો. તડકામાં સુકાઈ ગયા બાદ તેને પીસીને પાવડર તૈયાર કરી લો. આ 1 ચમચી પાવડર દરરોજ પાણી સાથે પીવાથી ઘણા ફાયદા થાય છે.

આવો જાણીએ આંબળાના જ્યુસ પીવાના ફાયદા

આંબળામાં ભરપૂર માત્રામાં વિટામિન, કેલ્શિયમ હોય તે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંબળાનું જ્યુસનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આંબળાનું જ્યુસ પીવાથી હેલ્ધી ખોરાક ખાવવાની ઈચ્છા નથી થતી.

Image Source

આંબળાનું જ્યુસ આપણા શરીરને એક્સ્ટ્રા બર્ન આપવામાં મદદરૂપ છે. આંબળાનું જ્યુસ વજનને કંટ્રોલ કરે છે. આંબળાના જ્યુસમાં એક્સ્ટ્રા ફેટને દૂર કરી શરીરને ડીટોક્સ કરવામાં મદદરૂપ થાય છે.

આંબળાનું જ્યુસ શરીરમાં કેલેરીને બર્ન કરવાની સાથે-સાથે ફેટને પણ બર્ન કરે છે સાથે વજનને પણ કંટ્રોલ કરે છે. જે લોકોના શરીરમાં સોજા આવી જતા હોય તે લોકો માટે આંબળાનું જ્યુસ ફાયદાકારક છે. આંબળાના જ્યૂસના સેવનને કારણે મેટાબોલીઝમને પણ ફેલાવે છે.

આંબળાનું સેવન કરવાથી બ્લડશુગર પણ ઓછું રહે છે. આંબલામાં રહેલા ગુણતત્વોને કારણે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.
આમળામાં રહેલા એન્ટી એંજિંગ ગુણોને કારણે ચહેરાના દાગ-ધબ્બા અને ખીલથી છુટકારો મળે છે. આ સિવાય આંબળાના સેવનથી સ્કિનનો ગ્લો પણ જાળવી રાખે છે.

Image Source

આંબળાના જ્યુસથી આંખોથી જોડાયેલી સમસ્યા માટે પણ ફાયદાકારક છે. આંબળાના સેવનથી આંખની રોશની તેજ થાય છે. આંખમાં આવતી ખંજવાળ અને પાણી નીકળવાની સમસ્યાને પણ દૂર કરે છે.

દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસમાં 10 એમએલ આંબળાનો જ્યુસ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.