ગરમીના દિવસો શરૂ થતા જ તાજા રસદાર ફળોની પણ શરૂઆત થાય છે. જો કે ઉનાળો લોકોને એટલા માટે જ પસંદ હોય છે કેમ કે આ ઋતુમાં કેરી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, તરબૂચ, લીચી, કીવી વેગેરે જેવા ફળો ખાઈ શકાય. એમાનું જ એક ફળ છે ‘શક્કરટેટી’. ઉનાળામાં શક્કર ટેટી ખાવાનું લોકો ખુબ પસંદ કરે છે, આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે અનેક મિનરલ્સ અને તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આવો તો જાણીએ શક્કરટેટી ખાવાથી શરીરને થતા ફાયદા.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).
1. ડીહાઇડ્રેશન:
ગરમીના દિવસોમાં શરીરમાં પાણીની ખુબ કમી રહે છે. એવામાં ટેટી ખાવી ફાયદામાં રહે છે. ટેટી ઘણા વિટામિનનો સ્ત્રોત છે અને સાથે જ તેમાં 95 ટકા પણી રહેલું હોય છે. એવામાં ટેટી ખાવાથી શરીરને જરૂરી તત્વો તો મળે જ છે અને સાથે જ પાણીની કમી પણ દૂર થાય છે, જેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નહીં આવે.

2. મોટાપો કંટ્રોલ કરે છે ટેટી:
ટેટીમાં પાણીની સાથે સાથે ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે. ટેટી ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે, માટે લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી જેથી તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.
3. છાતીમાં બળતરા:
જો તમને છાતીમાં બળતરા કે હલકા દુઃખાવાની સમસ્યા હોય તો ટેટી તમારા માટે એકદમ ફાયદામાં રહેશે. આ સિવાય સ્વસ્થ કિડની માટે પણ ટેટી ખાવાથી ફાયદો મળે છે.

4. આંખોનું તેજ વધારે છે ટેટી:
ગાજરની જેમ ટેટીમાં પણ બીટા-કેરોટીન મળી આવે છે જે આંખો માટે ખુબ ફાયદેમંદ છે. નિયમિત ટેટીનું સેવન કરવાથી તમને ચશ્મા પહેરવાની પણ જરૂર નહીં પડે.

5. ત્વચાના નિખાર માટે:
ટેટી એન્ટી ઓક્સીડેન્ટનનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, આ સિવાય તે વિટામિન-સી અને વિટામિન-એ નો પણ સારો એવો સ્ત્રોત છે, જે ત્વચાના નિખાર માટે ખુબ ઉપીયોગી છે, માટે ટેટી ખાવાથી તમારી ત્વચામાં અનેરો નિખાર આવશે.
6.બ્લડ પ્રેશરનું નિયંત્રણ:
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ટેટી રામબાણ ઈલાજ માનવામાં આવ્યો છે. ટેટીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલુ હોય છે જે રક્તવાહિનીઓને શાંત કરવા અને તેને ફેલાવવામાં મદદ કરે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવી શકાય છે.

7. કેન્સર માટે ફાયદેમંદ:
ટેટીમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે કેન્સર સામે લડવામાં મદદરૂપ છે. ટેટી ખાવાથી કેન્સરના ખતરાથી બચી શકાય છે.
8. સ્ટ્રેસ અને શરદી-ઉધરસ:
ટેટીમાં રહેલું પોટેશિયમ મગજમાં ઓકિસજનનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે, જ્યારે મગજને પર્યાપ્ત માત્રામાં રક્ત મળે છે ત્યારે મગજ શાંત રહે છે અને જેનાથી સ્ટ્રેસ કે તણાવ પણ દૂર થઇ જાય છે. આ સિવાય શરદી-ઉધરસની સમસ્યામાં પણ ટેટી ખુબ ફાયદેમંદ છે. ટેટીનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે.