જીવનશૈલી મનોરંજન

‘બા બહુ ઔર બૈબી’ની આ અભિનેત્રી છે પ્રેગ્નેન્ટ, ખાસ દોસ્તે શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’- જુઓ બધી તસ્વીરો

ટીવી સિરિયલ ‘બા બહુ ઔર બૈબી’ની બેબી એટલે કે બેનાફ દાદાચંદજીના ફૈન્સ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. રિપોર્ટ અનુસાર આ અભિનેત્રીના ઘરમાં જલ્દી જ નવા મહેમાન આવવાના છે. આ વાતની જાણકારી કલર્સ ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસકી’ ની અભિનેત્રી અને બેનાફની બેસ્ટ ફ્રેન્ડ રૂબીના દિલૈકએ આપી છે.

 

View this post on Instagram

 

🐝

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

રૂબિનાએ તાજેતરમાં જ એક સુંદર પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે એક અલગ અંદાજમાં જાણકારી આપી છે કે બેનાફ દાદાચંદજી હાલના સમયે પ્રેગ્નેન્ટ છે.રૂબિનાએ પોતાના એકાઉન્ટ પર બેનાફના રીશેપ્શનની તસ્વીરને શેર કરી છે જેમાં તે બેનાફના પેટ પર હાથ રાખેલી દેખાઈ રહી છે.

Image Source

રૂબિનાએ બેનાફની તસ્વીર પોસ્ટ કરતા કૈપ્શનમા લખ્યું કે,”બેની, આ વખતે તારો જન્મદિવસ ખુબ જ ખાસ રહેવાનો છે.એવું લાગી રહ્યું છે કે મને પહેલાથી જ ખબર પડી ગઈ હતી”.

 

View this post on Instagram

 

Bennnyyyyyy this yearrrrrr your bday is so so Special! Looks like I had an intuition then 😉🥰🥰……. @benafd

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

તસ્વીરમાં રૂબીના બેનાફના પેટ પર હાથ મૂકીને ઉભેલી છે.તસ્વીરના સામે આવ્યા પછી એવું કહેવામાં આવ રહ્યું છે કે બેનાફ પ્રેગ્નેન્ટ છે. રૂબીના અને બૈનાફ ખુબ જ સારા મિત્રો છે,અને બંનેની બોન્ડિંગ પણ ખુબ જ શાનદાર છે. બંન્નેની જોડી ‘છોટી બહુ’ માં જોવામાં આવી ચુકી છે.

Image Source

જણાવી દઈએ કે બેનાફે પોતાના ચાયનીઝ બોયફ્રેન્ડ નૉર્મન હાઉ સાથે 10-ફેબ્રુઆરી 2019 માં ગુપચુપ રીતે ઈસાઈ રિવાજોથી લગ્ન કર્યા હતા.જ્યારે તેણે પોતાના લગ્નનની તસ્વીરો પોસ્ટ કરી તો દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા.બેનાફે પોતાના લગ્નમાં સફેદ ઓફ શોલ્ડર ગાઉન પહેરી રાખ્યું હતું, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

નૉર્મન હાઉ વ્યવસાયથી એક શેફ છે અને તેના ભારતમાં પણ રેસ્ટોરેન્ટસ છે.સિક્રેટ લગ્ન પછી બંન્નેએ મુંબઈમાં શાનદાર રીશેપ્શન આપ્યું હતું.

જેમાં ટીવી જગતના ઘણા ફેમસ લોકો રાકેશ બાપટા, રિદ્ધિ ડોકરા, શરમન જોશી, સૃષ્ટિ રોડે અને કીર્તિ કેલકર પણ શામિલ થયા હતા. બાળ કલાકારના રૂપે ડેબ્યુ કરનારી બેનાફને વર્ષ 2005 માં ‘બા બહું ઔર બૈબી’ દ્વારા લોકપ્રિયતા મળી હતી.

 

View this post on Instagram

 

My first uploads on #helo app ! Download and check @helo_indiaofficial 😀🙌🏻

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

જેના પછી તે ઝાંસી કી રાની, છોટી બહુ, બ્યાહ હમારી બહુ કા, મિત સંભાલ લેગા, રિમિક્સ, મોહ મોહ કે ધાગે જેવા શો માં જોવા મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks