અજબગજબ

લો બોલો કેમેરા સામે ઘુરી ઘુરીને જ આ વ્યક્તિ બની ગયો હતો સ્ટાર, જુઓ શું કર્યું હતું એને, તમે પણ ફેન બની જશો

આજકાલ લોકોને બહુ જ જલ્દી પ્રખ્યાત બનવું હોય છે. સોશિયલ મીડિયા અને ટિક્ટોક જેવા માધ્યમ દ્વારા ઘણા લોકો સ્ટાર પણ બની ગયા. તો કેટલાક ભરપૂર મહેનત કરવા છતાં પણ વધારે ઓળખ ના બનાવી શક્યા, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે ટાઈમ પાસ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા કરતા સ્ટાર બની ગયા છે.

Image Source

આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ, જેને આમ જોવા જઈએ તો કઈ જ નથી કર્યું બસ કેમેરા સામે અજીબ રીતે તાકી રહેતો અને એ વ્યક્તિ આજે સોશિયલ મીડિયાનો સ્ટાર બની ગયો છે.

Image Source

આ વાત કોઈને પણ માન્યામાં ના આવે, પરંતુ આ વાત સાચી છે. આ વ્યક્તિનું નામ છે Anh Tran Tan. જે વિયેતનામનો રહેવાવાળો છે. આ વ્યક્તિને એક વિડીયો શેરિંગ એપ્લિકેશન ઉપર 5 લાખથી પણ વધારે લોકો ફોલો કરી રહ્યા છે.

હાલમાં ટીવી ઉપર ફાઈવ સ્ટાર ચોક્લેટની જાહેરાત આવે છે, જેમાં કહેવામાં આવે છે કે “કભી કુછ ના કરકે દેખીએ” બસ આ વ્યક્તિએ પણ એમ જ એ એપ્લિકેશનમાં કઈ ના કરવાનું નક્કી કરી લીધું. તેના વિડીયો કેમની અંદર તેનો ચહેરો અને બેકગ્રાઉન્ડની અંદર વિયેતનામી મ્યુઝિક હોય છે બસ. તે વ્યક્તિ કેમેરાને તાકતો રહે છે, અને ફક્ત જોયા જ કરે છે.

Anh Tran Tan જ એક એવી વ્યક્તિ નથી જે કંઈપણ ના કરીને ઇન્ટરનેટ ઉપર ફેમસ થઇ ગયો હોય. આ પહેલા પણ ઇન્ડોનેશિયાનો યુટ્યુબર Didit Deelonએ 2 JAM nggak ngapa-ngapain નામના ટાઇટલ અંતર્ગત એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે 2 કલાકનો એક વિડીયો શેર કર્યો હતો અને તે ફક્ત કેમેરાની સામે તાકતો જ રહેતો હતો. જેના કારણે તે પણ રાતો રાત સ્ટાર બની ગયો હતો.