ટીવીના સમાચારમાં અને ન્યુઝ પેપેરમાં આપણે અવાર નવાર ચોંકાવનારા સમાચાર જોતા હોઈએ છીએ. કેટલીકવાતો એવી હોય છે કે જે માનવામાં જ નથી આવતી. એક સાથે 6 બાળકોને જન્મ આપવાના સમાચારે સૌને હેરાન કરી દીધા હતા પરંતુ હાલમાં જ એક નવા સમાચારે ડોક્ટરોને પણ હેરાન કરી દીધા છે.

બાંગલાદેશની એક 20 વર્ષની મહિલા આરિફા સુલ્તાને નોર્મલ પ્રસૃતિમાં 1 બાળકને જન્મ આપ્યો, પરંતુ બાળકના જન્મના 26 દિવસ બાદ તેને ફરી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. જેને લઈને ડોકટરો પણ વિચારમાં મુકાઈ ગયા. આ મહિલાને દુઃખાવો શરૂ થયો અને તે હોસ્પિટલ પહોંચી. ડોકટરે જોયું તો તે પ્રેગ્નેટ હતી. તેને લેબર પેઈન જ થયું હતું. ડોકટરે સીઝર દ્વારા બે જોડિયા બાળકોનો જન્મ કરાવ્યો. આ સાથે એ મહિલા ત્રણ બાળકોને જન્મ આપનારી માતા બની.
હેરાન કરવા જેવી બાબત એ છે કે જો આ શક્ય બન્યું કઈ રીતે? આ વિશે માહિતી આપતા ગાયનેક ડૉ. શીલા પોદ્દારે કહ્યું કે : “આ મહિલાને ખબર જ નહોતી કે તે જોડિયા બાળકોની પણ ગર્ભવતી છે, પહેલા બાળકના જન્મ બાદ તેને દુઃખાવો શરૂ થતાં હોસ્પિટલ લાવવામાં આવી હતી.”

આ મહિલાને બે ગર્ભાશય હતાં જેના કારણે તેને ત્રણ બાળકને જન્મ આપ્યો. આવું કરોડોમાં કદાચ એકાદ મહિલાને જ હોઈ શકે. મુખ્ય વાત તો એ છે કે આ મહિલાની પહેલી પ્રસૃતિ વખતે ડોક્ટરોને પણ ખબર ના પડી કે તેના શરીરમાં બે ગર્ભાશય છે અને બીજા ગર્ભાશયમાં પણ બે જોડિયા બાળકો છે.
ત્રણ બાળકોને જન્મ આપવા છતાં આરીફાને કોઈ સમસ્યા નથી. છતાં પણ હજુ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. પહેલા બાળકની નોર્મલ પ્રસૃતિ અને બીજા જોડિયા બાળકોને ઓપરેશન દ્વારા પ્રસૃતિ કરાવવામાં આવી હતી.
સરકારી દવાખાનાના ચીફ દિલીપ રોયે કહ્યું કે મારા આટલા વર્ષોના કામકાજમાં મેં આવો કિસ્સો પહેલીવાર જોયો છે. ખુલના મેડિકલ કોલેજના ડોકટરો પર પણ એક પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે કે તેમને પ્રથમ પ્રસૃતિ દરમિયાન જોડિયા બાળકો વિષે કેમ ખબર ના પડી શકી?

આરિફા પોતાના બાળકોના જન્મથી ખુશ છે પરંતુ હવે તેમના પાલન પોષણ માટે તેના પર એક પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે. તેઓ ખુબ જ ગરીબ છે તેનો પતિ દર મહિને મજૂરી કરી 5000 રૂપિયા જ કમાઈ શકે છે. તેવામાં આ ત્રણ બાળકોની જવાબદારી તે કેવી રીતે સાચવી શકશે? આરિફાના પતિએ અલ્લાહનો આભાર માન્યો હતો કે ત્રણેય બાળકો સ્વસ્થ છે અને તે તમેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.