મનોરંજન

લગ્નના 8 વર્ષ પછી પિતા બન્યો ટીવી અભિનેતા, સામે આવી એક મહિનાની દીકરીની પહેલી તસ્વીર અને બધાને કહ્યો પિતા બનવાનો અનુભવ

ટીવી સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દું’ થી લોકપ્રિયતા મેળવનારા અભિનેતા બરુન સોબતી અમુક સમય પહેલા જ પિતા બન્યા છે.

28 જૂન ના રોજ બરુનના ઘરે ક્યૂટ બાળકીએ જન્મ લીધો હતો, જેની પહેલી તસ્વીર સામે આવી છે. દીકરીની તસ્વીરને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે, પિતા બન્યા પછી ફૈન્સ બરુનને લગાતાર શુભકામનાઓ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે બરુન સોબતી અને પત્ની પશ્મીન માનચંદાએ પોતાની દીકરીનું નામ ‘સિફત’ રાખ્યું છે. તસ્વીરમાં સિફત ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. એક તસ્વીરમાં બરુન સિફતને પ્રેમથી ગળે લગાડેલો દેખાઈ રહ્યો છે, અને સિફતની પાછળ એક કાર્ડ પર લખેલું છે,વન મંથ ઓલ્ડ’.

લગ્નના આઠ વર્ષ પછી બરુન પિતા બન્યા છે એવામાં તે લગાતાર દીકરીના જન્મ પર ઉજવણી કરી રહ્યા છે. એક તસ્વીરમાં સિફત આરામ કરી રહેલી દેખાઈ રહી છે, જ્યારે એક તસ્વીરમાં બરુન દીકરીને પ્રેમથી ચૂમતા દેખાઈ રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં બરૂને પોતાની દીકરીનું નામ સિફત રાખવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. બરૂને કહ્યું હતું કે સિફતનો અર્થ થાય છે तारीफ(વખાણ કરવા). તેણે એ પણ કહ્યું કે તે ઇચ્છતા હતા કે તેનું આવનારું બાળક એકદમ તંદુરસ્ત હોય અને મનમાં ને મનમાં દીકરી હોવાની દુવા કરી રહ્યા હતા.

બરૂને કહ્યું કે એક માતા-પિતાના સ્વરૂપે તે અને તેની પત્ની પોતાના બાળકના ડાયપર બદલવા અને આખી રાત જાગવા માટે માનસિક રૂપે એકદમ તૈયાર છે, માટે બધું જ એકદમ સારી રીતે ચાલી રહ્યું છે.

બરૂને પશ્મીન સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. બંન્નેની લવસ્ટોરી સ્કૂલના દિવસોથી જ શરૂ થઇ ગઈ હતી. એક રિપોર્ટ અનુસાર પશ્મીનને પ્રભાવિત કરવા માટે બરૂન કવિતાઓ લખ્યા કરતા હતા

અમુક સમય પછી પશ્મીન ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ હતી, બરૂને જણાવ્યું કે લાંબા સમયના રિલેશન પછી તેણે ઓસ્ટ્રેલિયાની એક રેસ્ટોરેન્ટમાં તેણે પશ્મીનને લગ્ન માટે પ્રપોઝ કર્યું પછી.

બરૂને વર્ષ 2009 માં ‘શ્રદ્ધા’ સિરિયલ દ્વારા ટીવી જગતમાં ડેબ્યુ કર્યું હતું. જણાવી દઈએ કે બરુનને સૌથી વધારે ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દું’ માં અરનબ સિંહ રાયજાદાના કિરદારમાં પસંદ કરવામાં આવતા હતા. સિરિયલો સિવાય તે અમુક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. બરૂને ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2014 માં ‘મૈં ઔર મિસ્ટર રાઈટ’ દ્વારા કરી હતી.

લાઇમલાઈટથી દૂર રહેનારા બરુનની પત્ની ગર્ભવતી છે તેની જાણકારી સોશિયલ મીડિયા પર પત્નીના બૅબિ શૉવર સમારોહ દ્વારા સામે આવી હતી. આ સમારોહમાં પશ્મીન ગુલાબી રંગના ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

આ સમારોહમાં અભિનેતા કરન વાહી, મોહિત સહગલ, ગૌતમ હેગડે, સાન્યા ઈરાની, અબ્બાસ મેહતા વેગેરે જેવા કિરદારો શામિલ થયા હતા. એવામાં લગ્નના આઠ વર્ષ પછી આ જોડી પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવામાં લાગેલા છે.